Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રાણીંગાવાડીમાં આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો વિરામ

ભાવનગર તા. ર૧: કર્તાપણાના અભિયાનથી રહિત કમ સાત્વિક, ઉત્સવ ઉજવવા માટે ઉત્સાહ જોઇએ. ધર્મસ્થાનો મુકિતનો માર્ગ આપે છે.

આ અમૃતવાણી ગીરનારા સોની જ્ઞાતી રાણીંગા વાડીમાં યોજાયેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિના દિને મુંબઇ (ભાયંદર) ના ક્રાંતીકારી પ્રભાવક વકતા પ. પૂ. નરેશભાઇ એમ. રાજયગુરૂએ પીરસી હતી.

તેમણે જણાવ્યું હતું કે અજ્ઞાનતા દુર થાય ત્યારે જ જ્ઞાન મળશે. સદ્દગુરૂ સેવા કરવાથી સમજણ દ્રઢ બને પ્રત્યેક કર્મ ઇશ્વરની આરાધના બને એ વર્તમાન સમયની તાતી જરૂરીયાત છે. સર્વ બંધનમાંથી મુકત થવા માટે મનુષ્યને સ્વયંભકિત કરવાની શીખ આપી હતી. ભગવાન કૃષ્ણની માધુર્ય લીલા પઠન કરનાર અને શ્રવણ કરનારના જીવનને મધુરતા બક્ષે છે.

યુવા શાસ્ત્રી પૂ. નરેશભાઇ એમ. રાજયગુરૂએ વધુમાં કહ્યું કે સાધુ સંતો અને બ્રાહ્મણો સોયુગના શીક્ષક છે, શિક્ષકનું કર્તવ્ય સર્વોત્તમ મનુષ્ય ઘડવાનું સંતત્વ બ્રહ્મત્વ જે નિર્માણ કરી સમાજને અર્પણ કરે એ યુગો પર્વત ભુસાતું નથી.

ઉનડકટ પરીવારના નવિનચંદ્રભાઇ ,ચંદુલાલ તેમજ શશીકાંતભાઇએ પૂજય ચરણ સર્વોશ્રી નરેશાચાર્યજી મહારાજ ''ઓં કાના'' ધુનના માવતર હરેશભાઇ એમ. રાજયગુરૂ તેમજ ભુદેવો સ્વર સાધકોનું બહુમાન કર્યું હતું. પૂ. નરેશભાઇ એમ. રાજયગુરૂની આગામી રામકથા તા. ર૯ નવે.થી ૭ ડીસે. ચીખલી (મહારાષ્ટ્ર) ભાગવત કથા તા. ર૩ થી ર૯ ડીસે. મુંબઇ (દહીંસર) તા. ૩૦ ડીસે.થી પ જાન્યુઆરી રાયપુર (છત્રીસગઢ) તા. ૬ થી ૧૩ જાન્યુઆરી વીલાસપુર (છત્રીસગઢ) તા. ૬ મેથી તા. ૧ર મે દેવભુમી દ્વારકા તેમજ તા. રપ મે થી તા. ૩ જુન બાપજી ભાગવતાચાર્ય પૂ. મગનભાઇ વી. રાજયગુરૂના પૂર્તિ મહોત્સવ અંતર્ગત સીંગાપુર, મલેશીયા ખાતે ક્રુઝમાં રાખેલ છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૧૯૦ ર૪૦૪૩ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(4:00 pm IST)