Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જુનાગઢના સોહેલ કટારીયાની દેશી પિસ્તોલ સાથે ધરપકડ

એસઓજી દ્વારા કાર્ટીસ પણ કબ્જે કરાયો

 જુનાગઢ તા.૨૧: એસ.પી. સૌરભ સિંઘની સુચનાથી એસઓજીનાં ઈન્ચાર્જ પી.આઇ જે.એમ. વાળાનાં માર્ગદર્શન નીચે જમાદાર પુંજાભાઇ ભારાઇ અને રાજુ વ્યાસ વગેરે ગત રાત્રે જુનાગઢ  પેટ્રોલીંગમાં હતા ત્યારે કોળીવાડમાં રહેતો સોહેલ હુસેનભાઇ કટારીયા (ઉ.વ.૨૩) નામનો શખ્સ શહેરમાં નરસિંહ મહેતાના ચોરા પાસે શંકાસ્પદ હિલચાલ કરતો મળી આવ્યો હતો.

આથી એસઓજીનાં સ્ટાફે સોહેલને અટકાવીને તેની તલાશી લેતા તેની પાસેથી રૂ. ૨૦ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને તેનો રૂ. ૧૦૦ની કિંમતનો એક કાર્ટીસ મળી આવ્યો હતો.

પોલીસે સોહેલ કટારીયાની પરવાના વગરનું હથિયાર રાખવા સબબ ધરપકડ કરી તેના વિરૂદ્ધ આર્મ્સ એકઠ હેઠળ એ ડિવિઝન પોલીસમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(2:57 pm IST)