Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જૂનાગઢમાં રાજયના ૬૦૦થી વધુ સર્જન તબીબોની કોન્ફરન્સ

૧૪ થી ૧૬ ડિસેમ્બર દરમિયાન ગુજરાત સ્ટેટ સર્જન એસો. દ્વારા આયોજન : દેશ-વિદેશના તબીબો દ્વારા ત્રણ દિવસ નિઃશુલ્ક ઓપરેશન : પત્રકાર પરિષદમાં વિગતો આપતા ડો. ડી.પી. ચીખલીયા-મેડીકલ કોલેજના ડીન

 જૂનાગઢ, તા. ૨૧ :. જૂનાગઢ ખાતે આગામી તા. ૧૪ થી ૧૬ ડિસેમ્બર એમ ત્રણ દિવસ જિલ્લામાં સૌ પ્રથમવાર ગુજરાતના સર્જનો ડોકટરોની કોન્ફરન્સ જૂનાગઢ મેડીકલ કોલેજ ખાતે યોજાનાર છે.

જે અંગેની માહિતી આપવા ગત રાત્રે જૂનાગઢ લોટસ હોટલ બેન્કવેટ હોલ ખાતે ડો. ડી.પી. ચિખલીયા દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મેડીકલ કોલેજના ડીન ડો. રાઠોડ, ડો. શૈલેષ બારમેડા સિવીલ હોસ્પીટલના ડો. મકવાણા, ડો. જયંત પંડયા, ડો. શૈલેષ જાદવ સહિત જૂનાગઢના નામાંકિત સર્જનો અને મીડીયાકર્મીઓ ૫૫થી વધુ સંખ્યામાં જોડાયા હતા.

પત્રકાર પરિષદમાં ડો. મકવાણાએ જણાવ્યુ હતુ કે, કાર્યક્રમના આયોજનનો શ્રેય ડો. ચીખલીયાના ફાળે જાય છે અને આપણી સિવીલ હોસ્પીટલ છે જૂનાગઢનું ઘરેણુ છે ત્યારે મેડીકલ કોલેજ નામાંકિત થાય તે માટે સૌને સાથ આપવા અનુરોધ કર્યો હતો.

મેડીકલ કોલેજના ડીન ડો. રાઠોડે જણાવ્યુ હતુ કે ડો. ચિખલીયાના વડપણ હેઠળ ૫૦૦થી વધુ સર્જનો ગુજરાતના સિંહ અને નરસિંહની ભૂમિમાં આવવાના છે. સર્જનો નવી ટેકનીક આપશે. ગુજરાત સ્ટેટ સર્જનની કોન્ફરન્સ આપણે આપણા ઘરને દર વર્ષે રીનોવેશન કરીએ છીએ તેમ આજે ૫૦૦ સર્જન ભેગા થઈ ડીસ્કશન કરશે. જ્ઞાનનું રિનોવેશન થશે આટલુ સુંદર કામ જૂનાગઢ મેડીકલ કોલેજમાં પહેલીવાર કોન્ફરન્સ થઈ રહી છે તે માટે ડો. દેવરાજ ચીખલીયાનો આભાર માનુ છું અને મેડીકલ કોલેજની બધી વસ્તુ સંપૂર્ણ સાથ આપવા તેઓએ જણાવેલ.

ડો. ચિખલીયાએ જણાવ્યુ હતુ કે દર વર્ષે એસોસીએશનની વ્યવસ્થા કોણ સંભાળે ? તેનુ ઈલેકશન થાય છે અને ગત ૨૫ નવેમ્બર ૨૦૧૭થી મને ગુજરાત સ્ટેટ ચેપ્ટર એસોસીએશનના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

મારા સીનીયર મિત્રોના સાથ સહકારથી છેલ્લા દશ મહિનાથી કાર્યક્રમ યોજવા માટે અમદાવાદ સુરત વાપી સહિત અનેક ગામોમાં ફરી સ્વાભાવિક રીતે મારૂ ગામ જુનાગઢ પસંદ કર્યુ જુનાગઢના ઇતિહાસમાં સૌ પ્રથમ ઘટના છે. કોન્ફરન્સ યોજાઇ રહી છે. ઘણુ અઘરૂ કામ છે. કોન્ફરન્સ માટે શ્રી ચિખલીયા આખા ગુજરાતની સફર ખેડી સુરત વાપી ગાંધીધામ જામનગર સહિતના ગામોનો રપ હજાર કિ.મી.નો પ્રવાસ કરી મીટીંગોનો દોર કર્યો હતો. ઘણીવાર કલાકની મીટીંગ માટે જુનાગઢથી અમદાવાદ જવાનું થતું.

તેઓ એ વધુમાં જણાવેલ કે ૧૪ મી ડીસે. કોન્ફરન્સ ફેકલ્ટી લાવવા એડવાન્સ ટેકનિક જાણતા સર્જનો હાજર રહી માર્ગદર્શન આપશે. જેમાં બેરીયાટ્રીકટ સર્જન ડો. મુઝફર લાકડાવાલા જેઓ સૌથી શ્રેષ્ઠ ડોકટર કે જેઓએ મુકેશ અંબાણીના છોકરાનું ઓપરેશન કરેલ હાલ તેઓ દુબઇ છેતેઓસાથે દિવસમાં ૩ વાર સંપર્ક થાય છે તેઓ પણ આ કોન્ફરન્સમાં આવી રહયા છે. ઉપરાંત હિન્ડોચા હોસ્પીટલના ઙો.દિપરાજ તેમજ ડો.સુદેશ મૈસુર ઓરંગાબાદ એપોલો હોસ્પીટલના સર્જન તેમજ સ્વાદુપિંડના સર્જન (યુકેના) ડો.નેહલ શાહ ડો.પરવેઝ શેખ હરસ ભખંદરના સર્જન નાગપુરના દિલીપ ગોડે સહીતના તબીબો આ બધી સર્જરી ઓપરેશન ફ્રિ ઓફ ચાર્જ સિવીલ હોસપીટલ ખાતે કરશે તેમજ બેસ્ટની સર્જરી અમદાવાદના ડો.શંકુતલા શાહ તેમજ સારણ ગાંઠના ૩ સર્જનો જુદી જુદી સર્જરી જેમાં બીજે મેડીકલ કોલેજનાં પંકજ મોદી, મુંબઇના રમેશ પુંજાણી હરસ માટે ચેન્નાઇના રાજેશ શુકલ ભીઅંદર માટે બોમ્બેના પરવેઝ શેખ અને મેદસ્વીપણાની સર્જરી દર્દીની તાસીર મુજબ કરવામાં આવશે આ કોન્ફરન્સ યુરોલોજીસ્ટ જનરલ સર્જનો સિવિલ હોસ્પિટલ ખાતે ૩ ઓપરેશન થિયેટરમાં ઓપરેશન હાથ ધરાશે આ સર્જરી કોન્ફરન્સ હોલમાં લાઇવ પ્રસારિત થશે. ઓપરેશન કરાવવા ઇચ્છતા દર્દીઓના નામની નોંધણી સિવિલ હોસ્પિટલ ખાતે થઇ રહી છે. ડો. ચિખલીયાએ અંતમાં જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં ગુજરાત રાજયના ૬૦૦ સર્જનો ભાગ લેશે. ઉપરાંત ઇંગ્લેંડ તથા આપણા ભારત દેશ માંથી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત એવા તબીબો ભાગ લેશે. અને દેશ-વિદેશમાં સર્જરી (શસ્ત્રક્રિયામાં થતી નવી શોધો વિશે પોતાના જ્ઞાનનો આદાન-પ્રદાન કરશે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:51 pm IST)