Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વિસાવદર-જુનાગઢ વિસ્તારના રસ્તાઓ ૧૦.૮૭ કરોડના ખર્ચે ડામરથી મઢાશે

ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાના પ્રયત્ન સફળ

જુનાગઢ -વિસાવદર તા.૨૧: વિસાવદર ના જાગૃત ધારાસભ્ય અને પ્રજામાં ૧૦૮ની છાપ ધરાવતા લોકોના પ્રશ્ને સતત જાગૃત રહેતા ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલને રજુઆત કરી જુનાગઢ જિલ્લાના ભેસાણ અને વિસાવદર તાલુકાના રૂ. ૧૦.૮૭ કરોડના વિવિધ રસ્તાઓ મંજુ કરી જોબ નંબર ફાળવવામાં આવેલ છે. જેમાં ભેસાણના કાચાથી ડામર(નાનો પ્લાન) માંડવા-ખંભાળીયા રોડ લંબાઇ કિ.મી. માટી કામ, મેટલ કામ, નાળા કામ તથા ડામર કામ માટે ૧૦૫.૦૦ લાખના કામો મંજુર કરેલ છે.

જયારે જુનાગઢમાં ધુંડવદર વિજાપુર રોડ, ૧૫ લાખ, ખડીયા-તોરણીયા રોડ, ૬૦ લાખ, ચોકી પરબડી રોડ .૫૦ લાખ તથા વિસાવદરના કાલસરે રાજપરા, રોડ માટે ૩૦ લાખ, માંડાવડ લેરેયા રોડ માટે રૂ. ૪૦ લાખ તથા મોટી મોણપરે ચાપરડા રોડ ૭૨ લાખ, લીમછા ઇંટાળી રોડ ૭૨ લાખ, તથા બરડેયા લીલીયા લીમધા રોડ ૮૬ લાખ મળી કુલ ૪૨૧ લાન તથા જુનાગઢ વિજાપુર, એપ્રોચ રોડ, ૩૫ લાખ, ચોરવાડી અવતડીયા રોડ, ૩૯ લાખ, ગળથ એપ્રોચરોડ ૪૦ લાખ, લેરીયા ઇશ્વરીયા રોડ ૩૨.૪૦ લાખ, સત્તાધાર વડલી ફાટક રોડ માટે રપ લાખ મળી કુલ રૂપિયા ૧૭૧.૪૦ લાખના કામોની સાથોસાથ વિસાવદર પ્રેમપરા -રામપરા રોડ ૧૭૦ લાખ તથા ખાંભા, મોટી મોણપરી રોડ ૨૨૦ લાખ મળી કુલ ૩૯૦ લાખના કામો સાથે રૂ. ૧૦.૮૭ કરોડના કામો મંજુર કરાવતા ધારાસભ્ય શ્રી હર્ષદભાઇ રીબડીયા ઉપર મતદારો અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી રહયા છે.

વિસાવદર-ભેંસાણ-જુનાગઢ વિસ્તારના હજુ અનેક રોડ રસ્તા સંબંધે પણ ધારાસભ્ય શ્રી રિબડીયા દ્વારા રજુઆતો કરવામાં આવેલી છે. જે રસ્તાના તથા વિવિધ વિકાસના કામો પણ ટુંક સમયમાં સરકારમાંથી મંજુરી આવ્યેથી ચાલુ કરવામાં આવશે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(1:48 pm IST)