Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વાંકાનેર પેલેસમાં થયેલ ચોરીમાં ૩૦ કિલો ચાંદી સહિત તમામ ચોરાઉ મુદ્દામાલ રીકવર કરતી મોરબી એલસીબી

દિલ્હીના વેપારીએ ચાંદી ઓગાળી નાની-મોટી દસ ઈંટો બનાવી નાખી'તીઃ મોરબી એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. આર.ટી. વ્યાસની ટીમને સફળતા

તસ્વીરમાં કબ્જે કરાયેલ ચાંદીની ઈંટો નજરે પડે છે

રાજકોટ, તા. ૨૧ :. વાંકાનેર રણજીત વિલાસ પેલેસમાં ચાર મહિના પૂર્વે એન્ટીક ચીજવસ્તુઓ સહિત ૩૪ લાખની ચોરીનો ભેદ મોરબી એલસીબીએ ઉકેલી નાખી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મોરબી એલસીબીએ ચોરીના ગુન્હામાં () રવિ વિઠ્ઠલભાઈ સનાભાઈ ધોળકીયા-દેવીપૂજક (..૨૪) રે. હાલ નાસીક દેવલાલી કેમ્પ, ભગુર મરાઠી, સ્કૂલ પાછળ, તા.જી. નાસીક રહે. નોલી તા. સાયલા, જી. સુરેન્દ્રનગર. () અશોક લાલાભાઈ પોલાભાઈ વાણકીયા - દેવીપૂજક (.. ૩૦) રહે. હાલ નાંદુર સીંગોટા, સોનારગલી તા. જી. નાસીક, મૂળ રહે. પચ્છેગામ તા. વલ્લભીપુર જી.ભાવનગર () કિશન ગણેશભાઈ પરસોતમભાઈ પટેલીયા - દેવીપૂજક (..૨૪) રહે. હાલ નાસીક દેવલાલી કેમ્પ. ભગુર મરાઠી સ્કૂલ પાછળ તા.જી. નાસીક મૂળ રહે. દેવળીયા, તા.જી. ભાવનગર તથા () અજય વિઠ્ઠલભાઈ સનાભાઈ ધોળકીયા- દેવીપૂજક (..૨૨) રહે. હાલ નાસીક એરીફેકશન કોલોની, મખમલબાદ, તા. જી. નાસીક મૂળ રહે. રહે. નોલી તા. સાયલા, જી. સુરેન્દ્રનગરની અને ચોરીનો માલ ખરીદનારા () ખીમાબેન શ્રવણભાઈ મોતીભાઈ તાજપરીયા - દેવીપૂજક (..૬૦) રહે. હાલ જૂની દિલ્હી, જેજે કોલોની વજીરપર, જી. બ્લોક મકા નં.જી ૨૭૭, મૂળ રહે. બાવળી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર તથા () સુનિલ શ્રવણભાઈ મોતીભાઈ તાજપરીયા - દેવીપૂજક (.. ૨૧) રહે. હાલ જૂની દિલ્હી, જેજે કોલોની વજીરપુર, જી. બ્લોક મકાન નં જી. ૨૭૭, મુળ રહે. બાવળી તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગરની ધરપકડ કરી રીમાન્ડ પર લીધા હતા.

રીમાન્ડ પર રહેલ એક તસ્કરને લઈને મોરબી એલસીબીની ટુકડી તપાસાર્થે દિલ્હી ગઈ હતી અને ત્યાંથી ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલ આરોપીઓએ વાંકોનેર પેલેસમાંથી ચોરી કરેલ મુદ્દામાલ તોડીને દિલ્હી ખાતે રહેતા ખીમાબેન વા/ શ્રવણભાઇ તથા તેના દિકરા સુનિલ સુ/ શ્રવણભાઇ દેવીપૂજક વેચેલ અને બન્ને આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ દિલ્હી ખાતે ચાંદની ચોકમાં આવેલ પ્યારેલાલ કપુર નામની દુકાનના વેપારીને ત્યાં વેચેલ જેથી દિલ્હી ખાતે વેપારી મનિષભાઇ દર્શનલાલ કપુરને ત્થા તપાસ કરાવતા મુદ્દામાલના ટુકડા તેણે ઓગાળી ચાંદીની નાની મોટી ૧૦ (દશ) પ્લેટો (ઇંટો) બનાવેલ જે તમામ કબ્જેક રી આમ ચોરીમાં ગયેલ ૩૦ કિલો ૪રપ ગ્રામ ચાંદી કિ. રૂ. ,૬૦,૬રપનું પુરેપુરૂ (૧૦૦૬) રીકવર કરેલ છે.

તેમજ પેલેસમાંથી ચોરી થયેલ ધાતુનં પક્ષીનું સ્ટેચ્યુ અને અન્ય એન્ટીક વસ્તુઓ તોળી તેમાંથી ચાંદીની નાની મોટી ૧૦ (દશ) પ્લેટો (ઇંટો) બનાવેલ જે તમામ કબ્જે કરેલ. આમ ચોરીમાં ગયેલ ફુલ ૩૦ કિલો ૪રપ ગ્રામ ચાંદી કી. રૂ. ,૬૦,૬રપ નો પુરેપુરો ૧૦૦ ટકા મુદ્દામાલ રીકવરી કરેલ છે.

આ કાર્યવાહીમાં મોરબી એલસીબીનાં એ.એસ.આઇ. હીરાભાઇ ચાવડા, પો.હેડ કોન્સ. રજનીકાન્તભાઇ કેૈલા, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, સંજયભાઇ મૈયડ, ચંન્દ્રકાન્તભાઇ વામજા, ધમેન્દ્રસિંહ જાડેજા, કોૈશિક મારવણીયા, ફુલીબેન તરાર તથા પો.કોન્સ. નંદલાલભાઇ વરમોરા, દશરથસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ જાડેજા, નિરવભાઇ મકવાણા, સતિષભાઇ કાંજીયા, ભગીરથસિંહ ઝાલા, આસિફભાઇ ચાણકીયા તથા આકૃતિબેન પીઠવા રોકાયા હતા.

(1:54 pm IST)