Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

લાઠી બગસરા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

જીલ્લા કલેકટર આયુષ ઓકે ખરીદી પ્રક્રિયાનું છેવટ સુધી નિરીક્ષણ કર્યુ

અમરેલી, તા.૨૧: રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૧૮-૧૯ અન્વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેકટરશ્રી આયુષ ઓકે લાઠી અને બગસરા તાલુકા માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી અને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે નિયત કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ થતી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.

કલેકટરશ્રીએ કહ્યુ કે, અમરેલી જિલ્લાના નવ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સાડા ૧૧ હજાર કિવન્ટલ મગફળી ખરીદવામાં આવેલ છે. શ્રી ઓકે વધુમાં ઉમેર્યુ કે, બગસરા માર્કેટયાર્ડમાં ,૨૫૦ કિવન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. બગસરામાં આજે ,૫૦૦ કિવન્ટલ મગફળી ખરીદીનો અંદાજ છે. લાઠી માર્કેટ યાર્ડ ખાતે તા.૧૯મી સાંજ સુધીમાં ૫૫૦.૨૫ કિવન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી છે. કલેકટરશ્રી આયુષ ઓકની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી સર્વશ્રી અસારી, શ્રી આર.કે. ઓઝા અને મામલતદાર સર્વશ્રી નીનામા અને શ્રી તલાટ, ગુજરાત નાગરિક પુરવઠા ગોડાઉન મેનેજરશ્રી ડી.જે. લશ્કરી સહિત સંબંધિત કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ જોડાયા હતા.

પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા અમરેલી ખાતે બેટરી ટેસ્ટ

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન દ્વારા પ્રતિભાશાળી (યંગ ટેલેન્ટ) ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે આગામી તા.૨૭ નવેમ્બર-૨૦૧૮ના રોજ સવારે વાગ્યે જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ખેલમહાકુંભ-૨૦૧૮માં તાલુકા કક્ષાની અંડર-૯ તથા અંડર-૧૧ની ઇવેન્ટમાં ક્રમ ૧ થી ૮માં પસંદગી પામેલ તા.૧ જાન્યુઆરી-૨૦૦૮ પછી જન્મેલા તમામ ભાઇ-બહેનો આ બેટરી ટેસ્ટમાં ભાગ લઇ શકશે. કન્વીનરશ્રી જીજ્ઞેશભાઇ એમ. સોલંકીના સંપર્ક નં. (૦૨૭૯૨) ૨૨૧૯૬૧, મો.નં.૭૮૭૪૭૪૧૮૭૨ છે. આ વિશે વધુ માહિતી માટે સિનીયર કોચશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ચિતલ રોડ-અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે.

(1:45 pm IST)