Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખપદે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી તા. ર૧ : પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા માળખામાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે બ્રિજેશ મેરજાને રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોંપેલ જવાબદારીને મોરબી પંથકમાંથી ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે અને એક સંઘર્ષશીલ અને મુલ્યનિષ્ઠ ગાંધી વિચારધારાને વરેલા અને કોંગ્રેસ પક્ષમાંથી એક જાહેર જીવન શરૂ કરીને મોરબી પંથકમાં કોંગ્રેસને બેઠી કરવાનું બિડુ ઝડપ્યુ હતુ. તેમની કોંગ્રેસના સંગઠન માટેની અથાગ મહેનત, સૌ જ્ઞાતિને સાથે રાખવાની માનસિકતા તેમજ પ્રજાજનો સાથેનો વિવેકપૂર્ણ વ્યવહાર તેમની સફળતામાં પુરક બન્યો છે. મોરબી જીલ્લા કોંગ્રેસના એક સફળ સુકાની તરીકે તેમજ રાજકોટ જીલ્લાના ડપકારભર્યા કોંગ્રેસ પ્રમુખ તરીકેની કામગીરીને પણ તેમણે સફળતા પૂર્વક નિભાવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગેસ સંગઠન માટે તેમણે વ્યાપક પ્રવાસો ખેડીને કામગીરી ખૂબ પરિશ્રમ પૂર્વક નિભાવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પ્રદેશ ડેલીગેટ તરીકે તેમજ પ્રદેશ મંત્રી તરીકે તેઓ કામ કરી ચુકયા છે. ગુજરાત પ્રદેશના પાંચ જેટલા પ્રમુખો સાથે તેમને પ્રદેશ કક્ષાએ સંગઠનનું કામ કરવાનો મોકો મળ્યો છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને સોમનાથ (ગીર) જીલ્લાના ઝોનલ પ્રભારી તરીકે કામગીરી કરી રહ્યા છે. ેતદઉપરાંત કોંગ્રેસ પક્ષે વિવિધ પેટા ચુંટણીઓમાં તેમને ઇન્ચાર્જ તરીકે જે જવાબદારીઓ ભુતકાળમાં સોંપેલી પણ પુરી નિષ્ઠાથી તેમણે પાર પાડીછે. હાલ તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી તરીકે કાર્યરત હતા આમ તેમની કામગીરીને ધ્યાને લઇ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ એવા ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, અહેમદ પટેલ, પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી સહિત ગુજરાતના દિગ્ગજ નેતાઓને તેમના શિરે જવાબદારી સોંપી છે. તેને સફળતા પૂર્વક વહન કરવામાં તેઓ પાછીપાની નહિ કરે તેવી એમની ભુતકાળની કામગીરી રહી છે. જુદા જુદા જીલ્લાઓમાં નિરિક્ષક તરીકે પણ તેમણે સફળતા પૂર્વક જવાબદારીઓ પાર પાડી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીમાં મુખપત્ર કૃત-સંકલ્પ ના સંપાદક મંડળમાં પણ તેમણે એક જવાબદાર સભ્ય તરીકે કામગીરી નિભાવીને કોંગ્રેસની વિચારધારાને પ્રસરાવી .

ર૦૧રમાં વિધાનસભામાં પડકારભર્યા ચુંટણી જંગમાં મોરબી બેઠક ઉપરથી ખૂબજ ઓછા મતે હારવા છતા તેઓ સતત લોકોની વચ્ચે રહેલા અને પ્રજાના પ્રશ્નો માટે જનસંપર્ક કાર્યાલય ખુલ્લુ રાખીને લોકોને મદદ કરતા રહેલા તેમની જીવંત લોકસંપર્કની કામગીરી થકી ર૦૧૭ મા મોરબી (મી) ના ધારાસભ્ય તરીકેના પડકારભર્યા જંગમાં વિજયી થયા હતા.

વરણી મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુંબિયા, માળીયા (મી.) તાલુકા કોંગ્રેસના પ્રમુખ રમેશભાઇ ફુલતરીયા, માળીયા (મી) શહેર કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઇ ઝેડા અને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર તેમજ કોંગ્રેસ સંગઠનની વિવિધ પાંખ જેવી કે યુવક, મહિલા, સેવા દળ એનએસયુઆઇ બક્ષીપંચ, લઘુમતી સેલ, કિશાનસેલ, અનુસુચિત જાતિસેલ, વકિલ સેલ સહિતના આવકારી છે.

(1:44 pm IST)