Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જુનાગઢના ભવનાથ વિસ્તારમાંથી ૧ દિ'માં ૪પ ટન કચરાનો નિકાલ

મ્યુ.કોર્પોરેશન અને પ્રકૃતિમીત્રના સંયુકત ઉપકમે ર લાખ ઇકો ફ્રેન્ડલી થેલીઓનું વિતરણઃ ૩૦૦ કિલો પ્લાસ્ટીક જપ્ત ૧પ હજારનો દંડ

જુનાગઢ તા. ર૧ : જુનાગઢ ભવનાથ ખાતે ગીરનારમાં પ્રતિ વર્ષ પવિત્ર પરીક્રમા થતી હોય વર્ષે પરીક્રમા-ર૦૧૮માં હાલ સુધી ૧ર લાખ જેટલા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ, સંતશ્રીઓ મહંતશ્રીઓ અને પરીક્રમાર્થીઓ પધારેલ જેઓની સફાઇ વ્યવસ્થા માટે મ્યુ.કમિશનર પ્રકાશ સોલંકીના માર્ગદર્શન હેઠળ એમ.કે. નંદાણીયા નોડલ ઓફીસર દેખરેખ હેઠળ આર.એસ.ડાંગર સેનીટેશન સુપ્રીન્ટેન્ડેન્ટ દ્વારા ભવનાથ વિસ્તારમાં તા.૧પ થી ર૭ સુધી ખાસ સફાઇ અને પર્યાવરણ જાળવણી તથા યાત્રાળુઓના ઉતારા, મંદિરો, ધાર્મિક, જગયાઓ, વાડીઓ, ધંધાના એકમો વગેરે પરથી ડોર ટુ ડોર કચરો કલેકશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી જેમાં આજ તા.ર૦ સુધીમાં ટ્રેકટર ટ્રેઇલર-, પીકઅપ વાહન- કન્ટેઇનર ૧પ ડમ્બર-, તથા ૧૦૦ જેટલા સફાઇ કર્મચારી મારફત ૪પ મેટ્રીક ટન જેટલા કચરાનો નીકાલ કરવામાં આવ્યો તેમજ ૧૦૦૦ કિલો જેટલી જંતુ નાશક દવાનો છંટકાવ કરાયોહ તો.

પ્રકૃતિમીત્ર-જુનાગઢ અને તેઓના સ્વયંસેવકોના સહયોગથી સંસ્થા દ્વારા ૩૦૦ કિલો જેટલી પ્લાસ્ટીકની થેલીઓ પરત લઇને સેવા લાખ જેટલી ઇકો ફ્રેન્ડલી થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું તથા ગંદકી ફેલાવતા આસામીઓ પાસેથી રૂ.૧પ હજાર જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો અને સરકારની પ્રતિબંધીત ઝબલા થેલીઓ જપ્ત કરવામાં આવી.

મ્યુ.કમિશ્નર પ્રકાશ સોલંકી પરીક્રમામાં પધારેલ તમામ યાત્રાળુઓ, સંતશ્રીઓ મહંતશ્રીઓ અને પરીક્રમાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે ભવનાથ અને પરીક્રમા વિસ્તારમાં પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતા સાથે પરીક્રમા કરશો આપના દ્વારા ઉત્તપન્ન થતો કચરો કન્ટેઇનર કે ડસ્ટબીનમાંજ નાખશો અને ભવનાથ વિસ્તારના લારી ગલ્લાવાળા, ઉતારાવાળા, જગ્યા વાળાઓએ ફરજીયાત ડસ્ટબીન રાખવી અને તેનો કચરો ડોર ટુ ડોરના વાહનમાં આપવા અને સફાઇ કર્મચારીઓને સહકાર આપવો અન્યથા જાહેરમાં ગંદકી ફેલાવવા સબબ નીયમોનુંસાર ન્યસન્સ ચાર્જ વસુલવાની ફરજ પડશે.તેની કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(1:41 pm IST)