Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જામનગરના જાંબુડામાં મગફળીના હલરમાં ચુંદડી ફસાઇ જતા યુવતિનું મોત

જામનગર તા. ૨૧ : જાંબુડા ગામે રહેતા કમલેશભાઈ મૃતેસિંગ બાભણીયા એ પંચ ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, અંતરીબેન મૃતેસિંગ બાભણીયા, ઉ.વ.૧૯, રે. જાંબુડા ગામ, તા.જિ.જામનગરવાળા પોતે મગફળી ના હલાર સાથે કામ કરતી હોય ત્‍યારે તેઓ એ ઓઢેલ ચુંદડી નો છેડો હલરમાં આવી જતા ગળા ફાંસો આવી જતા સારવાર દરમિયાન મૃત્‍યુ પામેલ છે.

નશાની હાલતમાં યુવાને ગળાફાંસો ખાધો

અહીં તીરૂપતી પાર્કમાં રહેતા ઈમરાન સીંકદરભાઈ, ઉ.વ.૩૦, એ સીટી બી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, સોહીલ જાકીરહુશેન મુંગીડા, ઉ.વ.રર, રે.એકડે એક બાપુની દરગાહ બાજુમાં, જામનગરવાળો કોઈ કામધંધો કરતો ન હોય અને નશો કરવાની ટેવ વાળો હોય નશાની હાલતમાં પોતાના ઘરે જાતેથી લોખંડની આડી સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જતા મરણ ગયેલ છે.

મોટરકાર પુલ સાથે

અથડાતા યુવાનનું મોત

કોટડા બાવીસી ગામે રહેતા કિશનભાઈ બચુભાઈ મકવાણા એ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  જયેન્‍દ્રભાઈ નાથાભાઈ મકવાણા, ઉ.વ.૪ર, રે. ગાયત્રી મંદિર સામે, જામજોધપુરવાળા ઉપલેટાથી જામજોધપુર તરફ પોતાની કાર લઈને આવતા હતા ત્‍યારે સીદસર પાસે રસ્‍તાના પુલ નજીક કાર પરથી કાબુ ગુમાવતા પુલના ડાબી સાઈડ કાર અથડાઈ જવાના કારણે કપાળના ભાગે ગંભીર ઈજા થવાના કારણે મરણ ગયેલ છે.

સગીરાનું અપહરણ કર્યાની રાવ

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં મેઘજીભાઈ પીઠાભાઈ ખરા એ ફરીયાદ નોંધાવી છે કે, ખટીયા ગામે રાજેશભાઈ મુરૂભાઈ ખરા એ ફરીયાદી મેઘજીભાઈની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના બદ ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જઈ ગુનો કરેલ છે.

અગાઉના મનદુઃખના કારણે મારમાર્યાની રાવ

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં નટવરલાલ ભગવાનજીભાઈ ગોહીલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯-૧૧-ર૦૧૮ના આ કામના ફરીયાદી નટવરલાલના પુત્ર દવાંગભાઈ ઉ.વ.ર૭ વાળો પોતે નોકરી ઉપર જતો હતો ત્‍યારે આ કામના આરોપી મહાવીરસિંહના પિતા ખુમાનસિંહ ના મોટરસાયકલ સાથે અડી જતા બંન્‍ને વચ્‍ચે તા.ર૭-૦૯-ર૦૧૮ના રોજ બોલાચાલી થયેલ જેની ફરીયાદી નટવરલાલના પુત્ર દેવાંગભાઈએ ફરીયાદ કરેલી ત્‍યારથી બંન્‍ને પક્ષમાં મનદુઃખ ચાલતુ હોય ગઈકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્‍યે બંન્‍ને આ કામના આરોપી મહાવીરસિંહ ખુમાનસિંહ રાણા, ઈન્‍દ્રજીતસિંહ ખુમાનસિંહ રાણા, રે. જામનગરવાળાઓ એ પાઈપ અને ધોકાથી ફરીયાદી નટવરલાલ  તથા તેમના ધર્મ પત્‍ની ગીતાબેનને ગાળો બોલી મુંઢ માર મારી આ લતા માંથી જતા રહેવા ધમકી આપી જાનથી મારી નાખશું તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

લાલપુરમાં વરલીના આંકડા લખતો શખ્‍સ ઝડપાયો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. જયરાજસિંહ રામસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર પોસ્‍ટ ઓફીસ પાસે આ કામના આરોપી રમણીકભારથી મધુભારથી ગોસ્‍વામી રે. લાલપુરવાળો જાહેરમાં વરલીના આંકડા લખી લખાવી પૈસાની હારજીત નો જુગાર રમી રમાડી રેઈડ દરમ્‍યાન વરલીના સાહીત્‍ય તથા રોકડા રૂા.૪૮૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:06 pm IST)
  • સુરતઃ પોલીસે વહેલી સવારે દારૂ ભરેલી કાર ઝડપી :સાસુની ધરપકડ :જમાઈ ભાગી ગયો: પોલીસ નજરે પડતાં 35 પેટી દારૂ ભરેલી કારમાં સાસુને મૂકી જમાઈ ભાગી ગયો access_time 2:50 pm IST

  • ગાંધીનગર ;આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્ય્ક્ષસ્થાને મંત્રીમંડળની કેબિનેટ બેઠક :મગફળીની ખરીદીમાં ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા :અછત-રાહતના વિશેષ જાહેર કરેલા પેકેજની ચર્ચા-વિચારણા :વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓના પરિપેક્ષમાં પણ ચર્ચા-વિચારણા કરશે access_time 12:44 pm IST

  • ગાંધીનગર : મહેસુલ પ્રધાન કૌશિક પટેલનું નિવેદન :વાસણ ભાઈ નેતૃત્વમાં ગુજરાતની એક ટીમ ઘઉંના પરાડને ખરીદવા પંજાબ જશે :૧ ડિસેમ્બરથી રાજ્યના ૫૧ તાલુકામાં જાહેર કરી છે અછત :પશુઓ માટે ૭ કરોડ કિલો ઘાસનું આયોજન કરાયું છે : પીવાના પાણી માટે અગાઉ મુખ્ય પ્રધાને લીધો છે નિર્ણય : ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ પર કાર્યવાહી કરવા આદેશ access_time 4:33 pm IST