Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રાત્રે-વહેલી સવારે ઠંડકઃ આખો દિ' હુંફાળુ વાતાવરણ

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકની અસર સાથે શિયાળા જેવા વાતાવરણનો અનુભવ થાય છે.

જેના કારણે લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે. અને ફુલગુલાબી ઠંડીનો અનુભવ થાય છે.

સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની વધુ અસર થવા લાગે છે અને મહત્તમ તાપમાનનો પારો બપોરના સમયે ઉંચે ચડી જતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠે છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ ૩૩.ર, લઘુતમ ૧૮.૪, ભેજ ૮૧ ટકા, પવન ર.૧ કિ. મી. છે. (પ-૧પ)

કયાં કેટલુ તાપમાન

શહેર         લઘુતમ તાપમાન

અમદાવાદ   ૧૬.૬ ડીગ્રી

ડીસા         ૧૯.૦ ડીગ્રી

વડોદરા      ૧૬.૬ ડીગ્રી

સુરત         ર૦.ર ડીગ્રી

જામનગર    ૧૮.૪ ડીગ્રી

રાજકોટ      ૧૮.૮ ડીગ્રી

ભાવનગર   ૧૯.૪ ડીગ્રી

પોરબંદર     ૧૯.૬ ડીગ્રી

વેરાવળ      રર.૦ ડીગ્રી

ભુજ          ર૦.૦ ડીગ્રી

નલીયા      ૧૭.૬ ડીગ્રી

અમરેલી     ૧૮.૪ ડીગ્રી

સુરેન્દ્રનગર  ૧૮.૪ ડીગ્રી

(12:23 pm IST)