Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વાંકાનેરમાં બોગસ ડોકટર પકડાયોઃ સંતાન પ્રાપ્તીની જાહેરાત આપી દવા આપતો'તો !

ભરત રાવલ ડિગ્રી વિના જ કલીનીક ચલાવતો'તોઃ પી.આઈ. એમ.જે. ધાધલનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ બોગસ તબીબ અને તેનુ કાર્ડ તથા દવાનો જથ્થો નજરે પડે છે

વાંકાનેર, તા. ૨૧ :. વાંકાનેરમાં સીટી પોલીસે રેઈડ કરી બોગસ તબીબને ઝડપી લીધો હતો. પકડાયેલ મુન્નાભાઈ એમ.બી.બી.એસ. સંતાન પ્રાપ્તીની તથા સ્ત્રીરોગના નિષ્ણાંતની જાહેરાત આપી દવા આપી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ મોરબી પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાની સૂચના અને મોરબી વિભાગના ઈન્ચા. પો. અધિ. પટેલના સુપરવિઝનમાં વાંકાનેરના ઈન્ચાર્જ પી.આઈ. એમ.જે ધાંધલ, એએસઆઈ એન.એન. પારઘી, પી.સી. વિરેન્દ્રસિંહ ઝાલા, પી.સી. અરવિંદભાઈ ઓળકીયા, પી.સી. સંજયસિંહ જાડેજા તથા પી.સી. મહેન્દ્રભાઈ વડગામા વાંકાનેર સીટી પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હકીકત આધારે હેલ્થ ઓફિસરને સાથે રાખી વાંકાનેર સ્વપ્નલોક સોસાયટીમાં આવેલ શ્રી ગુરૂકૃપા દવાખાનામાં ચેક કરતા ભરતભાઈ હિરાલાલ રાવલ (બ્રાહ્મણ) (ઉ.વ. ૪૯) ધંધો મેડીકલ પ્રેકટીસ રહે. સ્વપ્નલોક સોસાયટી, મીલપ્લોટ રેલ્વે ફાટક પાસે, વાંકાનેરવાળો પોતાના હવાલાવાળા ગુરૂકૃપા દવાખાનામાં કોઈપણ પ્રકારની ડીગ્રી વગર સંતાન પ્રાપ્તીની લોભામણી જાહેરાત આપી સંતાન પ્રાપ્તીની ખાતરી આપી સ્ત્રીરોગની દવા આપી દવાખાનું ચલાવી વિલાયતી તથા આયુર્વેદીક દવાનો જથ્થો તથા સારવાર અંગેના સાધનો દવાખાનામાં રાખી કુલ રૂ. ૩૪,૮૨૭ના મુદામાલ સાથે મળી આવતા અટક કરી મેડીકલ પ્રેકટીશનર એકટ કલમ ૩૦.૩૩ મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે.

(12:22 pm IST)