Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ગોંડલમાં એસ.ટી. બસના ચાલક પર હુમલો કરનાર કિશન અને ઘનશ્યામસિંહ સામે ગુનો

ગોંડલ, તા. ૨૧ :. ગોંડલમાં એસ.ટી. બસના ચાલક પર બે શખ્સોએ હુમલો કરતા બન્ને સામે ફરજમાં રૂકાવટની ફરીયાદ થઈ છે.

મળતી વિગતો મુજબ પોરબંદર એસટી ડેપોની ઉપલેટા-રાજકોટ વાયા ગોંડલ રૂટની બસના ડ્રાઈવર લક્ષ્મણભાઈ રાજાભાઈ અનપા પોતાની ફરજ મુજબ બસને હંકારી ગોંડલ પહોંચ્યા ત્યારે કિશન કાઠી તેમજ ઘનશ્યામસિંહ સરવૈયા નામના શખ્સોએ ફરજમાં રૂકાવટ કરાવી લક્ષ્મણભાઈને ઢીકાપાટુનો માર મારતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે ઉપરોકત બન્ને આરોપીઓ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૩૨, ૩૪૧ તેમજ ૫૦૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઈ ઝાલાએ હાથ ધરી હતી.

વરલીનો જુગાર રમાડતો અબ્દુલ પકડાયો

ગોંડલના વોરાકોટડા રોડ ઉપર આવેલ પંચ પીરની ધાર પાસે અબ્દુલ જુસબભાઈ સોઢા વરલી ફિચરના આંકડા લેતો હોય સીટી પોલીસના નરેન્દ્રસિંહ જાડેજાએ દરોડો પાડી રોકડા રૂપિયા દસ હજાર બસો સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

(12:21 pm IST)