Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

૧૦,૧૯,૬૬૦ ભાવિકોએ બાંધી લીધું પૂણ્‍યનું ભાથુઃ ત્રણ દિવસ વ્‍હેલી પરિક્રમા આટોપાઇ

જ્જ સવાર સુધીમાં ૧,૭૦,૨૭૦ યાત્રિકોએ ગિરનારની પૂર્ણ કરી યાત્રાઃજ્જ હવે જૂજ પરિક્રમાર્થીઓ ગિરનાર જંગલમાં, તંત્રને હાશકારો

જુનાગઢ તા.૨૧: ૧૦,૧૯,૬૬૦ ભાવિકોએ આજે સવાર સુધીમાં પૂણ્‍યનું ભાથું બાંધી પરિક્રમા પૂર્ણ કરી લઇ ઘરે પહોંચી ગયા છે. આ વર્ષે ત્રણ દિવસ વ્‍હેલી ગિરનાર પરિક્રમા આટોપાઇ ગઇ છે.

દેવદિવાળીની મધરાતે એટલે કે સોમવારની રાત્રે લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયેલ જેનો આજે બીજો દિવસ છે પરંતુ આ વખતે શનિવારની સવારે ઉતાવળીયા પરિક્રમાર્થીઓ માટે વન વિભાગે ગિરનાર  જંગલનું પ્રવેશ દ્વાર ખોલી નાંખ્‍યું હતું. જેના પરિણામે વિધિવત પ્રારંભનાં બે દિવસ અગાઉ ૩૬ કિ.મી.ની પદયાત્રા શરૂ થઇ હતી.

આગોતરી પરિક્રમામાં પ્રારંભથીજ માનવ કિડીયારૂ ઉભરાયું હતું. ખેડૂતોની મોસમ પુરી થઇ હોય અને દિવાળી વેકેશન તેમજ રવિવાર સહિતની રજાને લઇ ગિરનાર પરિક્રમામાં શરૂઆતથી જ ભાવિકોનું હૈયેહૈયું દળાયું હતું.

સત્તાવર પરિક્રમા શુક્રવારનાં રોજ પૂર્ણ થશે. જો કે અત્‍યારે ગિરનાર જંગલમાં જુજ પરિક્રમાર્થીઓ જ રહયા છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્‍યા મુજબ આજે સવારે ૭ થી ૮ દરમ્‍યાન નળ પાણીની ઘોડી ખાતે ૧૦,૧૮,૫૬૦ યાત્રિકો નોંધાયા હતા. આ પછી સવારનાં ૮ થી ૯ એક કલામનાં ગાળામાં ભાવિકોનો આંક વધીને ૧૦,૧૯,૬૬૦ ઉપર પહોંચી ગયો હતો.

આમ, સવારે ૭ થી ૯ દરમ્‍યાન માત્ર ૧૧૦૦ યાત્રિકોએ નળપાણીની ઘોડી પસાર કરી હતી. એટલ ેકે, ગિરનાર જંગલમાં આજે ૨૩ હજાર ભાવિકો રહયા હોય આજે સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણ થઇ જવાની શકયતા છે.

બીજી તરફ ૧,૭૦,૨૭૦ યાત્રિકોએ ગિરનાર પર્વતની યાત્રા કરી હોવાનું વન વિભાગે જણાવ્‍યું હતું.

આ દરમ્‍યાન પરિક્રમા દરમ્‍યાન વધુ ત્રણ ભાવિકોનું અવસાન થતાં પરિક્રમાનો મૃત્‍યુ આંક વધીને ૯ ઉપર પહોંચ્‍યો છે.

વન, વહીવટી, કોર્પોરેશન સહિત સરકારી વિભાગોની સધન વ્‍યવસ્‍થા અને પોલીસનાં ચુસ્‍ત બંદોબસ્‍તને લઇને પરિક્રમા એકંદરે નિવિર્ધ્ને સંપન્ન થવામાં છે.

પરિક્રમા પૂર્ણ થવામાં હોય ભાવિકોનો જુનાગઢમાં ઘસારો ઘટયો છે.

(12:21 pm IST)