Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સોમનાથમાં કાર્તિક પુર્ણિમાની રાત્રે અલૌકિક દ્રશ્‍યનો દિવ્‍ય નજરો

પ્રભાસ પાટણ તા. ર૧ :.. સોમનાથ મહાદેવ કાર્તિક પુર્ણીમા મેળો સોળે કળાએ ખીલ્‍યો છે ત્‍યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે આ મહાપર્વે સ્‍વયં ભગવાન ચંદ્ર કાર્તિક પુર્ણીમાની મધ્‍ય રાત્રીએ જયારે સદાશિવ મહાદેવની મહાપૂજા થતી હોય અને મહાઆરતી થતી હોય ત્‍યારે સોમનાથ મંદિરના મહામેરૂ પ્રાસાદના નામે ઓળખાતા આ ભવ્‍ય દેવાલયના શિખરની ઉપર ચંદ્ર એવી વિશેષ રીતે પ્રકાશે છે કે જે ખગોળ શાષાીય વિશેષતા છે.

તેમજ બીજ અને પછીના દિવસોમાં ચંદ્ર એવી રીતે શિખર ઉપર ગોઠવાઇ જાય છે કે જાણે ભગવાન શિવે તેને મસ્‍તક ઉપર ધારણ કર્યો હોય તેવું પુનમની મધ્‍યરાત્રીએ સીધી લીટીમાં શિખર ઉપર એવી રીતે ગોઠવાઇ જાય છે કે જાણે કે ભકિતભાવપૂર્વક શિવ સ્‍તવન કરી રહયો હોય એવું કલ્‍પનાની આંખે જોનારા શ્રધ્‍ધાળુ ભાવિકોને સાક્ષાત અનુભૂતિ થાય છે.

ધર્મકથા અનુસાર દક્ષ પ્રજાપતિએ આપેલ શ્રાપમાંથી મુકત થવા ચંદ્રે પ્રભાસમાં શિવ આરાધના કરી હતી અને જેના ફળ સ્‍વરૂપ ચંદ્રને તેની કળાઓ પુનઃ પ્રાપ્ત થઇ અને ભગવાન શિવે તેની ભકિત જોઇ સ્‍વયં ચંદ્રને તેના લલાટે સ્‍થાન આપ્‍યું જેથી સામેના નાથ એટલે સોમનાથ કહેવાયા આમ કાર્તિક પુર્ણીમા મધ્‍ય રાત્રીએ ચંદ્ર ખગોળીય રીતે સોમનાથ મંદિર શિખરની આસપાસ એ સોમનાથ નામને સાર્થક કરે છે.

(12:11 pm IST)