Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ભાવનગર જીલ્લાના વલ્લભીપુરના પાણવી ગામના વેપારી સાથે રૂ. ૬ લાખની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરીયાદ

ભાવનગર, તા. ર૧ : લાઠી તાલુકાના કાચરડી ગામે રહેતા અશોકભાઇ મકાભાઇ પટેલે વલ્લભીપુર તાલુકાના પાણવી ગામના કાળુ બેચ ગોહિલ ઉર્ફે કે.બી. વિરૂદ્ધ એવી ફરીયાદ નોંધાવી હતી કે કાળુ ગોહિલે પોતા પાસે પ૦૦ મણ કપાસ હોય જે વેચાણથી આપવાનો હોય આપ રૂપિયા ૬ લાખ અને ગાડી મોકલો કાળુ ગોહિલના કહ્યા મુજબ અશોકભાઇએ માણસને રૂપિયા ૬ લાખ સાથેનો થયેલો લઇ અન્ય સ્થળે બીજો કપાસ પડયો છે તમો ત્યાં ગાડી લઇને આવો તેમ કહી કપાસનો બીજો જથ્થો નહિ આપી રૂપિયા પ,૧૩,૩૭પ લઇ છેતરપીંડી આચરી હતી. અશોકભાઇએ નોંધાવેલી ફરીયાદના આધારે વલ્લભીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(11:50 am IST)