Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

બગસરા શહેરના મુખ્ય માર્ગનું ડામર કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર

આગામી દિવસોમાં સીસી રોડ મંજૂર કરવાની પણ આગેવાનોને ખાતરી મળી

બગસરા તા. ૨૧ : બગસરા શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવેની ખસ્તા હાલત ને કારણે આજે બગસરા તાલુકાના આગેવાનો ગાંધીનગર દોડી ગયા હતા ત્યાં ઉપ મુખ્યમંત્રીને રજૂઆત કરતાની સાથે જ હાલ કામચલાઉ ધોરણે ડામર કામ મંજુર કરી દેવામાં આવ્યુ હતું તેમજ ટૂંક સમયમાં સી સી રોડ ની મંજૂરી પણ આપી દેવાની ખાતરી આપી હતી.

વિગત અનુસાર બગસરા શહેરના મધ્યમાંથી પસાર થતા રાજય ધોરીમાર્ગ અને છેલ્લા ઘણા સમયથી ખરાબ બની ગઈ હતી.ઙ્ગ આ રસ્તાને વરસાદને કારણે વર્ષે વર્ષે નુકશાન થતું હોય કાયમી ધોરણે સીસી રોડ મંજુર કરવા માટે શહેરીજનો દ્વારા અવાર નવાર માંગ કરવામાં આવતી હતી. જેને પગલે આજે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાઙ્ગ મંત્રી રાજુભાઇ ગીડા તથા પૂર્વ કૃષિમંત્રી વી. વી. વઘાસિયાની આગેવાનીમાં બગસરા શહેર ભાજપ પ્રમુખઙ્ગ એ.વી. રીબડીયા તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઇ બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા તથા પાલિકાના હેડ કલાર્ક ભરતભાઈ ખીમસુરીયા સહિતના તમામ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળ્યા હતા તેમજ બગસરાના આ પ્રશ્ને બાબતે તાત્કાલિક નિકાલ લાવવા માંગ કરી હતી આ રજૂઆતને અનુસંધાને રાજય સરકાર દ્વારા હાલની તકે કુકાવાવ નાકાઙ્ગ થી પોલીસ સ્ટેશન સુધી ડામર રોડ મંજુર કરી આપ્યો હતો તેમજ નજીકના દિવસોમાં આ રસ્તાને સીસી કરી આપવાની પણ બાહેનધરી આપી હતી. આ નિર્ણયથી હાલની તકે બગસરાની પ્રજાને રાહત મળવાની સંભાવના દેખાઈ હતી.

(11:49 am IST)