Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

હળવદમાં તુલસી વિવાહ

હળવદઃ ગૌલોકેશ્વર ગોપી મંડળ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ તેમાં શાસ્ત્રી જયેન્દ્રભાઇજોષી દ્વારા શાસ્ત્રોકતવિધીથી લગ્ન કરાવેલ. તેમાં ગણેશ સ્થાપના, મંડળમુર્હત, ફુલેકું, મામેરૃં, જાન આગમન, હસ્તમેળાપ, જાનવિદાય વગેરે શુભ પ્રસંગો ઉજવવામાં આવેલ. તેમાં વરકન્યા તરીકે તુલસીજી અને સાલીગ્રામ (ઠાકોરજી)ને લઇને નિરાલી પંકજભાઇ રાવલ તથા વિધી હિતેષભાઇ મેંઢા મંડપમાં બેસેલ, વરપક્ષનાં યજમાન તરીકે રાજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા તથા શ્રીમતી હર્ષીદાબા રાણા તથા મનિષભાઇ ચંદ્રકાંતભાઇ દક્ષિણી અને શ્રીમતી હેતલબેન દક્ષિણી, તથા નિલેષભાઇ  જયંતીલાલ રાવલ અને શ્રીમતી સોનલબેન રાવલ રહેલ. કન્યાપક્ષ યજમાન તરીકે મહેશભાઇ કેશવલાલ મેંઢા તથા શ્રીમતી રક્ષાબેન મેંઢા રહેલ. મામેરા પક્ષમાં રાજેન્દ્રસિંહ રાણા પરિવાર તથા નિલેશભાઇ રાવલ પરિવાર અને જિતેન્દ્રપરી ધીરૂપરી ગોસાઇતથા શ્રીમતી અલ્કાબેન જીતેન્દ્રભાઇગોસાઇ રહેલ. ૮૦થી પણ વધારે મંડળની બહેનોએ દર અગિયારસે અને પ્રસંગોએ ધુન, કિર્તન, ભજન કરી પૈસા એકઠા કરેલ તેમજ આ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયેલ.  તુલસીજી તથા ઠાકોરજીની શોભાયાત્રા આખા ગામમાં ફરેલ. વાજતે ગાજતે ફટાકડાનાં નાદ સાથે આ શોભાયાત્રામાં અનેક ભાવિકો જોડાયેલ. આ કાર્યમાં ગોપીમંડળની બહેનો તથા રેલ્વે સ્ટેશન ગરબી મંડળ યુવકો, કાર્યકરોએ સહયોગ આપેલ. આ પ્રસંગે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનાં મહંત દીપક મહારાજ દ્વારા આર્શિવચન અપાયેલ. તુલસવિવાહ ઉજવણીની તસ્વીર.

(11:48 am IST)
  • અમરેલીના સાવરકુંડલામાં જીલ્લા કલેકટરની ઓચીંતી મુલાકાતઃ ટેકાના ભાવમાં મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત લીધીઃ વજન અને ભેજ ચકાસણીની વિગતોનું કર્યુ જપ્ત નિરિક્ષણઃ એપીએમસી ખાતે જીલ્લા કલેકટર આયુષ ઓકે મુલાકાત લીધી access_time 3:03 pm IST

  • અમદાવાદ : હાઈસિક્યોરિટી નંબર પ્લેટને લઇ તંત્રનો મહત્વનો નિર્ણય:હાઈસિક્યોરિટી નંબર પ્લેટ માટે નહી જવું પડે RTOમાં :ઘરે આવી લગાવી જશે હાઈસિક્યોરિટી નંબર પ્લેટ:નંબર પ્લેટ લગાવવા માટે સોસાયટીમાં કેમ્પ યોજાશે :RTO કર્મચારીને સોસાયટીમાં બોલાવવા માટે RTOમાં આપવો પડશે લેટર access_time 1:49 pm IST

  • ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T-20 માં ભારતનો 4 રને પરાજય : બ્રિસ્બેન ખાતે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થઈ થયેલી ટી20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 1-0 થી આગળ access_time 6:27 pm IST