Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ઉનાની ખેતીવાડી કચેરીમાં અર્ધા લાખની ચોરી તસ્કરો કોમ્પ્યુટર લેપટોપ તથા કાગળો ભરેલી બેગ ઉઠાવી ગયા

ઉના, તા. ર૧: તળાવ કાંઠે તાલુકા પંચાયતના કવાર્ટસમાં ખેતીવાડી વિસ્તરણ કચેરીમાં બંધ ઓફીસના તાળા તોડી કોમ્પ્યુટર, લેપટોપ, કાગળોના બંદલો બેગ મળી રૂ. પ૦ હજારના મુદામાલની ચોરી તસ્કરો કરી ગયેલ છે.

હીરા તળાવ સામે મોટા હનુમાન મંદિર પાછળ આવેલ તાલુકા પંચાયતના કવાર્ટસમાં ઉના તાલુકા ખેતીવાડી વિસ્તરણ અધિકારી કચેરીના અધિકારી હિમાનીબેન બીપીનભાઇએ ઉના પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની ફરીયાદ નોંધાવી છે. કેચરીના દરવાજાના કોઇ તાળા તોડી કચેરીમાં રાખેલ કોમ્પ્યુટર કંમ્પલીટ-૧, લેપટોપ નંગ ૧, પ્રિન્ટર નંગ બે, કાગળોના બંડલો તથા એક બેગ અંદાજીત રૂ. પ૦ હજાર ૧પ૦ની કિંમતનો કોઇ અજાણ્યા ચોર ચોરી કરી નાસી ગયાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એન. રાજયગુરૂ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

પાઇપ લાકડી વડે હુમલો

ઉના મૂળ રાજસ્થાનના હાલ ઉના ભીમપરા વિસ્તારમાં રહેતા લોકેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પ્રતાપ યશપાલ રે. રાજસ્થાન હાલ ઉના રામનગર ખારા વિસ્તાર અને દિવ નાગવા બીચ ઉપર ચના મસાલાનો છૂટક વેપાર કરતા હોય તેમાં મનદુઃખ જતા પ્રતા યશપાલ, પગુ યશપાલ, રામસી, સહિત ૮ શખ્સોએ ગે.કા. મંડળી રચી લોખંડનો પાઇ, સળીયો, લાકડા વતી હુમલો કરી શરીરના ભાગે ઇજા કરી મારી નાખવાની ધમકીની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

સામાવાળા રામકરી યશપાલસિંહ રે. મૂળ રાજસ્થાન હાલ ઉના રહેતા એ પણ ચના મસાલાના દિવમાં વેચાણ કરવા મનદુઃખને કારણે લોકેન્દ્ર જુશીક, મહેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ રહેમાન, સહિત ૯ શખ્સોએ પણ ગેરકાયદેસર મંડળી રચી લોખંડનો સળીયો લાકડી વતી હુકમલો કરી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બન્નેની ફરીયાદ નોંધી આરોપીઓને રાઉન્ડઅપ કરી તપાસ શરૂ કરી છે.

(11:47 am IST)