Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મેંદરડામાં શ્રી કૃષ્ણ પ્રાણનાથજી ચતુર્થ શતાબ્દી મહોત્સવમાં ઉમટતા ભાવિકો

મેંદરડા તા. ર૧ :.. મેંદરડા શ્રી કૃષ્ણ પ્રાણનાથજી ચતુર્થ શતાબ્દી મહોત્સવમાં ૧ દિવસે ૧૦૮ પારાયણનું વાંચન કરાયુ તેમજ સંતો દ્વારા કથા વાચનનું આયોજન કરાયુ તેમજ રાત્રે બખરલા રાસ મંડળી પોરબંદર દ્વારા રાસ રજુ કરાયા હતાં.

આ તકે મોટી સંખ્યામાં લોકો રાસ મંડળીને જોવા ઉમટી પડયા હતા તેમજ આજે ૧૦૮ પારાયણનું સવારે ૯ વાગ્યાથી પારાયણ વાંચન શરૂ કરાયુ હતુ તેમજ સંતો દ્વારા કથાનું આયોજન તેમજ બપોરે અને સાંજે સર્વ સુદ સાથ ને પ્રસાદીનું આયોજન.

દરરોજ અલગ અલગ જ્ઞાતીના લોકો શતાબ્દી મહોત્સવ નીહાળવા આવશે. જેમાં આજે કોમી એકતાને લઇ મુસ્લીમ સમાજ પણ ઉપસ્થીત રહેશે.

સામકાંઠે દેવાણંદભાઇ સોલંકીના નિવાસ સ્થાને ૭ દિવસ દિવાળી જેવો માહોલ તથા આજ સાંજે તા. ર૧ સાંજે મહારાણી શ્રી  બાયજુરાજ મહિલા મંડળ મેંદરડા દ્વારા સદ્ગુરૂ મહારાજ લીલા તેમજ તા. રર ના બપોરે શોભાયાત્રા આચાર્ય શ્રીકૃષ્ણ મળીજી મહારાજ નવતનપુરીધામ જામનગર તેમજ પરમ સખીજી શકતીનગર પ્રણામી મંદિર દિલ્હીથી ઉપસ્થીત રહેશે. તા. રર સાંજે ભીખુદાન ગઢવીનો ભવ્ય લોકડાયરો  યોજાશે. 

(11:46 am IST)