Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વાંકાનેર પતનાળીયા નદી ઉપરના બેઠા પુલની કામગીરી હવે થશે તેવી લોકોમાં આશા

જયાં પુલ બનવાનો છે તે સ્થળે અધિકારીઓ હાજર હતા જેમાં કાર્યપાલક ઇજનેર શ્રી ચોૈધરી, નાયબ ઇજનેરશ્રી ઘેટીયા તથા વહીવટી અધિકારીઓ અને કોન્ટ્રાકટર દ્રશ્યમાન થાય છે.

 

વાંકાનેર તા ૨૧ : રાજકોટ જવાના રસ્તે તપાળીયા નદી ઉપરનો બેઠો પુલ ગઇ તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮ ના તોડી પાડવામાં આવેલ. આ બેઠા પુલ ની જગ્યાએ સાડાબાર  ફુટ ઉંચો પુલ બનાવવાની પ્રક્રિયા તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૮ થી શરૂ કરીને તા. ૧૬/૬/૨૦૧૮ ના રોજ પુલનું કામ પુરૂ થઇ જવા અંગેમોરબી જીલ્લા કલેકટરશ્રીએ જાહેરનામું બહાર પાડીને આ રસ્તાની વચ્ચે બન્ને બાજુ જામહેરનામાના બોર્ડ મુકીને તા. ૧૫/૨/૨૦૧૮ થી તા. ૧૬/૬/૧૮ એટલે કે માત્ર ચાર મહિનામાં આ પતાળીયા પુલનું કામ પૂર્ણ થઇને ખુલ્લો મુકી દેવાશે.

જો કે આ સરકારી જાહેરનામા ના હુકમની મુદત પુરી થયે પુલના પાયાની કામગીરીનો પણ કોઇ પ્રારંભ જ થયો નહોતો, બાદમાં ભાજપના અગ્રણીએ સાથે આ પુલની કામગીરી તાત્કાલીક હાથ ધરાય તે હેતુ પત્રકાર મહંમદભાઇ રાઠોડ દ્વારા રાજયના મંત્રી વાસણભાઇ આહીર, કલેકટરશ્રી મોરબી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારીઓ શ્રી ચોૈધરી તથા, શ્રી ઘેટીયા તેમજ આ પુલની કામગીરી ના કોન્ટ્રાકટર  વગેરેને અવાર નવાર રજુઆતો કરી, લોકોની વ્યથા તેમજ લોકોની ધીરજ હવે ખુટી રહી હોવાની વાસ્થવિકતાઓની ચર્ચાઓ બાદ હવે દિવાળી બાદ આ નવા પુલનું કામ હાથ ધરાશેતેવી હૈયાધારણા અપાયેલ. અમદાવાદ જતા આવતા વાહન ઋયવહારથી સતત વ્યસ્ત રહેતો રસ્તો હોઇ, અને હાલની ટ્રાફિક સમસ્યા પણ ઘેરી બની હોઇ ગઇકાલે માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર પોતાના કાફલા સાથે આ પુલની સાઇડ પર હાજર થતાં પત્રકાર મહંમદભાઇ રાઠોડેઁે તેઓનું સ્વાગત કરી નારીયલ વધેરી પાયાના કામનો પ્રારંભ કરી મુર્હૂત કરેલ.

આ પુલની વિધીવત કામગીરીનો પ્રારંભ હવે થશે તેવી લોકોમાં આશા જાગી છે.

(11:44 am IST)