Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ભાવનગરમાં સંસ્કારઘર હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય નેચરોપથી ડેની શાનદાર ઉજવણી

ભાવનગરનાં જગદીશ્વર ફાઉન્ડેશન દ્વારા 'નેચરોપથી ડે'ની ઉજવણી સંસ્કારઘર હોસ્પિટલ ખાતે અવેરનેસ કેમ્પ યોજાયેલ જેમાં ડો. સુનીલ મહેતા, શ્રીમતી કૃષ્ણા શુકલા દ્વારા નેચરોપથીનુંં મહત્વ સમજાવવામાં આવેલ. તે પ્રસંગની તસ્વીર.(વિપુલ હિરાણી, ભાવનગર)

ભાવનગર તા.૨૧:  જગદીશ્વર ફાઉન્ડેશન તથા ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશનના સંયુકત ઉપક્રમે ''આયુષ મંત્રાલય'' ભારત સરકાર તથા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપથીના નિયત પ્રોટોકોલ મુજબ વિધિવત રીતે નેશનલ નેચરોપથીની ઉજવણી સંસ્કાર ઘર હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી.જેમાં જગદીશ્વર ફાઉન્ડેશનના પ્રમુખશ્રી, ડો. સુનિલ મહેતા (પીએચડી) તથા શ્રીમતી ક્રિષ્ના શુકલા (મહેતા) દ્વારા નેચરોપથીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

આરોગ્ય તથા જીવનશૈલી બાબતે માર્ગદર્શન અપાયું હતું. ૧૦૦ થી વધારે વિદ્યાર્થી ભાઇઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. સંસ્કાર ઘરના સંચાલક શ્રી કાનજીભાઇ પટેલ તથા પૃથ્વીરાજસિંહજીએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(11:11 am IST)