Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જામકંડોરણા તાલુકામાં એકતા યાત્રાનું સ્વાગત

જામકંડોરણા : તાલુકા વિસ્તારમાં એકતા યાત્રાનો રથ આવી પહોચતા ગ્રામીણ વિસ્તારમાં ઠેર ઠેર સ્વાગત કરાયુ હતુ. જામકંડોરણાના મોટા ભાદરા, નાના ભાદરા, સાજડીયાળી ગામે ગ્રામજનોએ ઉમળકા સાથે સ્વાગત કરાયુ હતુ. નાના ભાદરા, મોટાભાદરા, સાજડીયાળી ગામે એકતા યાત્રા આવી પહોચતા લોખંડી પુરૂષ વલ્લભભાઇ પટેલની પ્રતિમાને રાજકોટ ડેરી ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર પ્રમુખ માર્કેટીંગ યાર્ડ, તા.પં.ના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ સહિતના આગેવાનો તથા ગ્રામજનોએ સ્વાગત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા તે તસ્વીર.

(11:08 am IST)