Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

કોડીનારના દામલીમા મધમાખીના ઝુંડે ૧૩ મજૂરોને ડંખ માર્યા બાદ ખેડૂતોએ ખેતરે જવાનું ટાળ્‍યું

કોડીનાર, તા. ર૧ : તાલુકાના દામલી ગામે ટવીન્‍કલ ગોહીલના ખેતરમાં સવારના સુમારે ખેતમજૂરો કામ કરી રહ્યા હતાં ત્‍યારે મધમાખીના ઝુંડમાં પક્ષીએ ચાંચ મારતા મધમાખીનું ઝુંડ વિફરી અહીં કામ કરતા મજૂરો ઉપર પડયું હતું.

અચાનક જ મખમાખીનું ઝુંડ પડતા મજૂરોની કાળીચીસો વચ્‍ચે ભારે અફરાતફડી મચી હતી જેમાં મધમાખીઓએ પાચ મહીલાઓ સહિત ૧૩ લોકોને ડંખ મારતા ૮ મજૂરોને કોડીનાર સરકારી દવાખાને અને બેને રા.ના. વાળા હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જયારે ૩ મજૂરોને વધુ ડંખ મારતા તેમને તાત્‍કાલીક સારવાર આપવામાં આવી હતી. અચાનક બનેલી આ ઘટનાના કારણે ખેડૂત પરિવાર ભારે મુશ્‍કેલીમાં મૂકાયો હતો અને મધમાખીની દેહશતના કારણે લોકોએ ખેતર જવાનું ટાળ્‍યું હતું.

(10:50 am IST)