Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ઈન્કમટેક્ષના વિષય પર અમરેલી તાલુકાની સેવા સહકારી મંડળીઓ માટેનો વન-ડે સેમીનાર યોજાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨૧ : ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ, તાલીમની યોજના અન્વયે અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા અમરેલીની ટી.પી ગાંધી સ્કૂલ ખાતે અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ સેવા સહકારી મંડળીઓના મંત્રી મેનેજર માટે ઇન્કમટેક્ષના વિષય સેમીનારનુ આયોજન કરવામાં આવેલ હતુ.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા ઉપસ્થિત રહયા હતા. જયારે મહેમાન તરીકે અમરેલી મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર શ્રી બી.એસ કોઠીયા અને અમરેલી જીલ્લા સહકારી સંઘના ડાયરેકટર્સઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે આ કાર્યક્ર્મમાં તજજ્ઞ તરીકે નિવૃત જોઇન્ટ રજીસ્ટાર  જે.જે શાહ સાહેબ, ફેડરેશનના એકઝીકયુટીવ ઓફિસર શ્રી દુષ્યંતસીહ વાઘેલા, સી.અ હિતેશભાઇ ખણેસા અને સી.એ એ.બી કોઠીયા  દ્વારા સેવા આપવામાં આવી હતી.

જયારે કાર્યક્રમના અધ્યક્ષ  મનીષ સંઘાણી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે જીલ્લા ની સહકારી સંસ્થાઓ માટે અમરેલી જીલ્લા સહકારી સંઘે હંમેશા ચીંતા કરી છે. અને જરૂર પડે તમામ માર્ગદર્શન તેમજ સેમીનારના આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે હાલની પરિસ્થિતીમાં ઈન્કમટેક્ષ તરફથી મળેલ મંડળીઓને  નોટીસ ના નીરાકરણ હેતુ  જીલ્લા સંઘ દ્વારા હવે મંડળીઓને ચાર્ટર્ડ એકાઉન્ટ  જેમા ઓડીટ, રીટર્ન જેવી સેવાઓ પણ મધ્યસ્થ સંસ્થા તરીકે પુરી પાડશે. અને વધુમા જણાવતા કહ્યુ હતુ કે જીલ્લા સંઘ  હંમેશા જીલ્લાની સહકારી મંડળીઓના હિતમાં કાર્યકરતુ રહેશે.ત્યારે સહકારી સંસ્થા ઓ માટે પૂરી પાડતી તમામ સેવાઓનો લાભ લેવા ઉપસ્થિત તમામ કર્મચારીને અનુરોધ કર્યો હતો.

જયારે આ કાર્યક્ર્મનુ સંચાલન સંઘના એકઝીકયુટીવ ઓફિસર  બી.આઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ હતુ. અને કાર્યક્ર્મની આભાર વિધી સંઘના સી.ઇ.ઓ  એસ.પી ઠાકર દ્વારા કરવામાં આવેલ હતી.

(1:00 pm IST)