Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કેશોદ ફકિર સમાજનું મામલતદારને આવેદન

કોડીનારની મુસ્લિમ બાળા પર થયેલ બળાત્કારની ઘટનામાં સજાની માંગ

(કિશોરભાઈ દેવાણી/ કમલેશ જોશી દ્વારા) કેશોદ, તા.૨૧: સૌરાષ્ટ્ર-કચ્છ ફકીર સમાજના પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દીનાં નેતૃત્વમાં અને કેશોદ ફકીર સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતી માં એક રોષપૂર્ણ આવેદનપત્ર મુખ્યમંત્રી ને સંબોધી મામલતદાર કેશોદ ને આપી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મુકામે તાજેતરમાં લદ્યુમતિ સમાજની બાળા ઉપર થયેલ બળાત્કારની દ્યટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓ વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજયમાં છાશવારે આવી દ્યટનાઓ રોજબરોજ પ્રકાશમાં આવી રહી છે, કોડીનારની ઘટનામાં સત્તાધારી પક્ષના એક રાજકીય માધાંતા ની સંડોવણી ને પગલે સ્થાનિક પોલીસ મંદ ગતિએ આગળ વધી રહી હોય આ સમગ્ર ઘટનાની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન મારફત કરાવવા અને આરોપી વિરુદ્ઘ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ ભોગ બનનાર બાળા ને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહયોગ ચુકવવા અને આ બાળા અને તેના પરિવારને પોલીસ પ્રોટેકશન પૂરું પાડવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે.

નારી સન્માન અને સુરક્ષાની મોટી મોટી ગુલબાંગો ફેંકતી રાજયની ભાજપ સરકાર સામે ચોમેર થી ફિટકાર ની લાગણી પ્રસરી રહી છે. આ નીંદનિય અને જઘન્ય ઘટના માં પોલીસે તાત્કાલિક આરોપીઓને અટકમાં લેવા જોઈએ તેના બદલે હજુ સુધી મુખ્ય આરોપી ને પોલીસ પકડી શકી નથી અથવા રાજકીય પ્રેસર તળે લાજ શરમ કાઢવામાં આવી રહી છે. ભાજપનાં વરિષ્ઠ નેતા અને આ દુષ્કર્મનાં મુખ્ય આરોપી ને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી ની માંગ ઉઠી છે. આવેદનપત્ર આપતી વેળાએ સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજ ના પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દી, કેશોદ ફકીર સમાજ ના પ્રમુખ અનવરશા શાહમદાર,યાશીનસા શાહમદાર, ડો.રઈશ સર્વદી, હારુનશા સર્વદી, ઈમ્તિયાઝ બાપુ, ઈદ્રિશ બાપુ, ફેઝાંનશા શાહમદાર સહિત ફકીર સમાજનાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:57 pm IST)