Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જામનગરના જીતુભાઇ લાલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં કો.ઓપ્ટ. મેમ્બર તરીકે નિયુકતી

જામનગર, તા.ર૧ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર શહેરના વેપારી તેમજ સામાજીક યુવા અગ્રણી જીતુભાઇ લાલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ ર૦ર૦-ર૧ની એકઝીકયુટીવ કમીટીમાં કો-ઓપ્ટ. મેમ્બર તરીકે નિણૂંક થતા જામનગરના વેપારીઓએ હર્ષથી આવકારેલ છે.

તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નટુભાઇ પટેલ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો દ્વારા બહોળા અનુભવ અને કાર્યદક્ષતાનો લાભ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને મળી રહે તે માટે જીતુભાઇ લાલને વર્ષ ર૦ર૦-ર૧ માટેની એકઝીકયુટીવ કમિટીમાં જોડાવવાનો નિર્ણય લેવામાં આવેલ.

જીતુભાઇ લાલ જામનગરની વિવિધ વેપારી સંસ્થાઓ જેમ કે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે રહી ચૂકેલ છે અને વર્ષોથી ધી સીડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશન જામનગરના પ્રમુખ તરીકે પણ તેઓ કાર્યરત છે. સાથોસાથ અન્ય વેપારી સંગઠનો, સહકારી, સામાજીક સંસ્થાઓ સાથે સતત જોડાયેલા છે અને લોહાણા સમાજના પ્રમુખ પદે પણ કાર્યરત છે.(

(12:56 pm IST)