Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જામનગરનાં હાપામાં નાની નાની વાતમાં મેણાટોણા અને પતિને જુગાર રમવાની ના પાડતા રૂપલબેનને ત્રાસ

રાજકોટ માવતરે રહેતી મહિલાની ફરિયાદ : પતિ અનીલ અને જેઠ દિપેશ સામે ગુનો

રાજકોટ,તા. ૨૧: રાજકોટમાં માવતર ધરાવતી મહિલાને યોગેશ્વર સોસાયટીમાં ઘરકામ જેવી નાની નાની બાતે મેણાટોણા અને જુગાર રમવાની ના પાડતા પતિ અને જેઠ ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ઘંટેશ્વર નવા દોઢસો ફુટ રોડ પર રત્નમ પ્રાઇમ એ-૪૦૪માં માવતરના ઘરે આવેલા રૂપલબેન અનીલભાઇ પાટલીયા (ઉવ. ૩૨)એ મહિલા પોલીસ મથકમાં નોંધવેલી ફરિયાદમાં જામનગર હાપા. રેલ્વે કોલોની યોગેશ્વરધામ સોસાયટી શેરી નં.૨માં રહેતા પતિ અનીલ બચુભાઇ પાટલીયા અને જેઠ દિપેશ બચુભાઇ પાટલીયાના નામ આપ્પા છે. રૂપલબેન ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના છ વર્ષ પહેલા હાપા ખાતે રહેતા અનીલ પાટલીયા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ, જેઠ-જેઠાણી અને સસરા સાથે સંયુકત કુંટુંબમાં રહેતા હતા. લગ્ન બાદ પોતાનો ઘર સંસાર ત્રણ વર્ષ સારી રીતે ચાલ્યા  બાદ પતિ ઘરકામ જેવી નાની-નાની વાતમાં ઝઘડો કરી ગાળો આાપતો અને તે જુગાર રમતો હોવાની પોતે તેને જુગાર રમવાની ના પાડતા પતિ ગુસ્સે થઇને ઝઘડો કરી મારકૂટ કરતો હતો. પોતાના દાગીના પણ વેંચી નાખ્યા હતા. બાદ પોતાની બહેનના રાજીખુશીથી બીજી જ્ઞાતીના યુવક સાથે પ્રેમ લગ્ન કરવામાં આવતા તે પોતાના પતિને નહી ગમતા તે બાબતે પતિ અવાર નવાર ઝઘડો કરી મારકૂટ કરતો હતો . આ બાબતે પોતે જેઠને વાત કરતા તે પણ કંઇ સાંભળતા નહી ં અને 'ભલે મારતો હોય'તેમ કહી પતિને ચઢામણી કરતા હતા. પોતાને જનરલ સ્ટોરની દુકાન હોય પતિ કયારેક દુકાનનો માલ લેવા માટે બહાર જતા હોય ત્યારે પોતે દુકામાં બેસીને વેપાર કરતા તે જેઠને ગમતુ ન હોય તેથી તે પોતાની સાથે ઝઘડો કરતા હતો આથી આ ત્રાસના કારણે પોતે અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારે પોતાની દીકરીનું ભવિષ્ય ન બગડે તેથી પોતે સમાધાન કરી પતિ સાથે જતા રહ્યા હતા. થોડા સમય બાદ પતિ અને જેઠ ફરી શારીરીક-માનસીક ત્રાસ આપતા તેથી કંટાળી પોતે રાજકોટ માવતરના ઘરે આવ્યા બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન.એસ.સવનીયાએ તપાસ આદરી છે.

(1:01 pm IST)