Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

મુળીના ગઢડા ગામના તળાવમાં ડૂબી જતા મોત

પગ લપસતા યુવાન ઉંડા પાણીમાં ડૂબી ગયો

વઢવાણ,તા. ૨૧:  ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ તળાવો અને નદીમાં ડુબી જવાથી અકસ્માતે મોતના બનાવો વધી રહ્યાં છે ત્યારે મુળી તાલુકાના ગઢડા ગામે રહેતો યુવક કાનાભાઈ જયેશભાઈ બાવળીયા ગામના તળાવ પાસે કુદરતી હાજતે ગયો હતો.

તે દરમ્યાન અચાનક તળાવ કાંઠે પાણી ભરવા જતાં પગ લપસી જવાથી તળાવના પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નીપજયું હતું. આ બનાવની જાણ થતાં આસપાસના લોકો સહિત ગામના આગેવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને પોલીસને જાણ કરી હતી આથી મુળી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને યુવકની લાશનો કબ્જો લઈ વધુ તપાસ હાથધરી હતી.

જયારે યુવકના મોતથી પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

(11:26 am IST)