Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રેલવે મજદૂર સંઘ, ભાવનગર ડીવિઝન દ્વારા વિરોધ પ્રદર્શન

 ભાવનગરઃ ઉત્પાદકતા વર્ષ ર૦૧૯-ર૦ આધારિત રેલ કર્મચારીઓને મળવાપાત્ર બોનસની ચૂકવણીના આદેશમાં રેલ મંત્રાલય દ્વારા થતાં વિલંબના વિરોધમાં એન.એફ.આઇ.આર.ના જનરલ સેક્રેટરી ડો. એમ. રાઘવૈયાના આહ્યવાન હેઠળ સમગ્ર દેશમાં તા. ર૦-૧૦-ર૦ર૦ના રોજ ભારતીય રેલની તમામ ડિવિઝન ઓફીસ, મુખ્ય સ્ટેશનો, વર્કશોપ તેમજ પ્રોડકશન યુનિટ ખાતે ધરણા, પ્રદર્શન અને રેલી વિગેરેનું આયોજન કરીને વિરોધ નોંધવામાં આવેલ. આ કાર્યક્રમના ભાગરૂપે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, ભાવનગર ડીવિઝન દ્વારા ડીઆરએમ ઓફીસ ભાવનગર પરા સામે વિરોધ પ્રદર્શન તેમજ જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ. આ સભાએ સંઘના રાષ્ટ્રીય નેતા આર.જી. કાબરે રેલ કર્મચારીઓના બોનસ સહિતના વિવિધ પ્રશ્નો અંગે ભારત સરકાર તેમજ રેલ મંત્રાલય દ્વારા થઇ રહેલ ઉપેક્ષા અંગે માહિતી આપેલ. હાલમાં રેલ કર્મચારીઓના મૂળભૂત હક્કો જેવા કે બોનસ, મોંઘવારી ભથ્થુ, નાઇટ ડયુટી એલાઉન્સ પર રોક લગાવવાની પ્રક્રિયાથી રેલ કર્મચારીઓમાં આક્રોશ ફેલાયેલ છે જે અંગે એન.એફ.આઇ.આર તથા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ભારત સરકારને ચેતવણી આપવામાં આવેલ છે. સંઘના ડિવિઝનલ ચેરમેન ગીરીશ મકવાણા તેમજ ડિવિઝનલ સેક્રટરી ભરતકુમાર ડાભી દ્વારા પણ બોનસ સમયસર નહીં ચૂકવવાના સરકારના વલણની ટીકા કરવામાં આવી હતી. સભાને રેલીમાં પરિવર્તિત કરી ડીઆરએસ ઓફીસ સામે લગભગ ર૦૦થી વધારે કર્મચારીઓએ ભાગ લીધેલ . રેલીને સંઘના આગેવાનોએ દોરવણી આપી હતી.(

(11:24 am IST)