Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમરેલીમાં જુગાર રમતા ૬ ઝડપાયા

અમરેલી : સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. જે.જે. ચૌધરીની રાહબરી નીચે હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા આરીફખાં ભોજવાણી એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી હનુમાનપરા શેરી નં.૨ માં રેઇડ કરી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રૂપીયા ૧૦,૧૨૦/- ના મુદ્દામાલ સાથે (૧) મુકેશભાઇ વનાભાઇ રાપુચા તથા (૨) વિજયભાઇ ઉર્ફે મુન્નો વનાભાઇ રાપુચા તથા (૩) વિજયભાઇ રાજુભાઇ રાપુચા તથા (૪) સંજયભાઇ જીવાભાઇ ખીસડીયા તથા (૫) હરેશભાઇ ધનજીભાઇ મકવાણા તથા (૬) રોહીતભાઇ રાજુભાઇ રાપુચાને ઝડપી લીધા હતા.

(11:21 am IST)