Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જામનગરના ભુમાફીયા જયેશ પટેલ અને તાજીયા ગેંગના સાગ્રીત અનવર ગઢકાઇ પાસેથી પિસ્ટલ-કાર્ટીશ જપ્ત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૧: જામનગરના ભૂમાફીયા જયેશ પટેલ ગેંગ તથા તાજીયા ગેંગના સાગ્રીત અનવર ગઢકાઇ પાસેથી પોલીસે રિમાન્ડ દરમિયાન એક પિસ્ટલ અને આર્ટીશ સહિત રૂ. રપ,પ૦૦ નો મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રન ની સુચના તથા એલ.સી.બી. ના પો. ઇન્સ. કે. જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર. બી. ગોગીયા ના ઓએ જામનગર સીટી સી ડીવી પો. સ્ટે. ફર્સ્ટ ગુરન ૧૬૪/૧૮ ઇપીકો કલમ ૩૦૭ વિ. મુથજબના ગુનાના કામેના આરોપી અનવર ઉર્ફે અનીયો લાંબો અબ્દુલભાઇ ગઢકાઇ રહે. નવાગામ ઘેડ, જયશ્રી સોસાયટી જામનગર વાળાની રીમાન્ડ મેળવેલ હોય અને રીમાન્ડ દરમ્યાન મજકુર આરોપીની સખ્ત પુછપરછ દરમ્યાન પોતાની પાસે એક પિસ્ટલ તથા કાર્ટીશ હોવાની કબુલાત કરતા મજકુર આરોપીના રહેણાંક મકાન માંથી એક પિસ્ટલ કિ. રૂ. રપ,૦૦૦/- તથા પાંચ કાર્ટીશ કિ. રૂ. પ૦૦/- મળી કુલ રૂ. રપ,પ૦૦/- નો મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધમાં સીટી બી ડીવી. પો. સ્ટે.માં હથીયારધારા હેઠળનો ગુનો રેકર્ડ કરાવી તપાસ હાથ ધરેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. શ્રી કે. જી. ચૌધરી ની સુઁચનાથી પો.સ.ઇ. બી. એમ. દેવમુરારી, પો.સ.ઇ. આર. બી. ગોગીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, વનરાજભાઇ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:20 am IST)