Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ડખો બે વર્ષથી કારોબારી જ બોલાવાઇ નથી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૧ : સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંદ્યમાં બંધારણીય હક્કો અને ફરજો સામે આંગળી ચિંધાઇ છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંદ્યના સંગઠન મંત્રીએ બે વર્ષથી એક પણ કારોબારી ન બોલાવાઇ હોવાની  રજૂઆત કરી છે. જેમાં ઠરાવ નહીં કર્યા  રજૂઆતથી મામલો ઉચ્ચકક્ષાએ પહોંચ્યો છે.

સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષકસંઘ અને તેના હોદ્દેદારો અવાર નવાર વિવાદમાં સપડાયા છે. મૂળી તાલુકાના શિક્ષકોનુ કરોડો રૂપીયાનુ કરી નાંખતા કાર્ટ અને પોલીસ ફરિયાદ થઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંદ્યના ખુદ સંગઠન મંત્રી દિપેન્દ્રભાઇ ધાંધલે રાજય પ્રાથમિક સંદ્યના પ્રમુખ અને મહામંત્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત પત્ર પાઠવતા શિક્ષક આલમમાં ચકચાર ફેલાઇ છે. આ પત્રમાં જણાવ્યા મુંજબ સંઘના બંધારણ પ્રમાણે ત્રણ માસે કારોબારી બોલાવવાની હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી એક પણ કારોબારી બોલાવવામાં આવી નથી. જયારે રાજયપ્રાથમિક શિક્ષક સંઘની સુચનાને અવગણીને જિલ્લા શિક્ષક સંદ્યની કારોબારીમાં ઠરાવ કર્યા વિના રાજય હોદ્દેદારોનું નામ મોકલવામાં આવ્યુ છે.

આથી નિયમાનુંસાર કારોબારી બોલાવી પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજવાનો આદેશ આપવા જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરાય છે. આ અંગે જિલ્લા સંગઠન મંત્રી દિપેન્દ્રભાઇ ધાંધલે જણાવ્યુ કે નિયમોનો ભંગ કરી મનસ્વી વર્તન કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવો જોઇએ અને આ બાબતે ન્યાય નહીં મળે તો કોર્ટમાં જવાની ફરજ પડશે આ મામલે બંધારણીય હક્કો અને હોદ્દાનો દુરૂપયોગ સામે તાત્કાલીક આદેશ આપવાની માંગ છે.(

(11:19 am IST)