Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

૨૪૮ માંથી ૨૪૨ ગામોના ખેડૂતોને સહાય મળી : ૬ પેન્ડીંગ

કૃષિ સહાય પેકેજમાં દેવભૂમી જિલ્લાના ૧૫૬૦૨ ખેડૂતોના ખાતામાં ૨૩ કરોડ રૂપિયાની સહાય જમા થઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૧ : સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ રાહત પેકેજ બહાર પાડવામાં આવેલુ જેમાં દેવભૂમી દ્વારકા જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના ડીડીઓ શ્રી ડી.જે.જાડેજા ખેતીવાડી અધિકારી શ્રી કામાણી તથા તાલુકાના ટીડીઓ તથા સ્ટાફની સંયુકત કામગીરીથી ગઇકાલે ૧૯-૧૦-૨૦ના રોજ સરકારની કૃષિ રાહત પેકેજ યોજનામાં દ્વારકા જિલ્લાના ૧૫૬૦૨ ખેડૂતોના ખાતામાં રૂ. ૨૩ કરોડની માતબર રકમ જમા થઇ છે.કુલ ૨૪૮ માંથી ૨૪૨ ગામોને ખેડૂતોને સરકારના આ રાહત પેકેજનો લાભ મળ્યો છે જેમાં ભાણવડના પર ગામો, કલ્યાણપુરના ૬૬ ગામો ખંભાળીયાના ૮૫ ગામો તથા દ્વારકા તાલુકાના ૪૫ ગામો છે. જેમાં ખંભાળીયા અને દ્વારકાના ત્રણ ત્રણ ગામો સિવાયના તમામને લાભ મળ્યો છે. આ છ ગામોને સહાય પેન્ડીંગ છે.

જિલ્લામાં ૨૩ કરોડની રકમ ખાતામાં જમા થતા ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાય છે.

(11:18 am IST)