Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પોરબંદરમાં યોગ ટ્રેનર્સની મુલ્યાંકન કસોટી

પોરબંદર :   પોરબંદરના વી.આર.ગોઢાણીયા કોલેજ ખાતે ગુજરાત યોગ બોર્ડ હેઠળ સંકળાયેલા પોરબંદરના યોગ ટ્રેનર્સની મુલ્યાંકન કસોટી યોજાઇ હતી. જેમા યોગ ટ્રેનર્સ વચ્ચે વિવિધ આસનો તથા સૂર્યનમસ્કારની સ્પર્ધા યોજાઇ હતી. આસનો કેવી રીતે કરવા ? શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે લાંબા સમય સુધી આસનો ટકાવી રાખવા, યોગ્ય રીતે સૂર્યનમસ્કાર કરવાની રીત સહિતની બાબતોનું નિર્ણાયકો દ્રારા મુલ્યાંકન કરાયુ હતું. સ્પર્ધામાં વિજેતા બહેનોમાં પ્રથમ આશાબેન શિયાણી, દ્રિતિય શિવાનીબેન ગૌસ્વામી અને તૃતિય કૃપાલીબેન હોદ્દાર તથા ભાઇઓમાં નિરજભાઇ અત્રિ પ્રથમ અને ઉદયભાઇ સોલંકી દ્રિતિય આવ્યા હતા.  સ્પર્ધામાં દિનેશભાઇ ઓડેદરા, ખીમભાઇ મારૂ, હેતલબેન ટીંબા, રિધ્ધીબેન જોષી નિર્ણાયક તરીકે જોડાયા હતા. સ્પર્ધાને સફળ બનાવવા શબાનાબેન પઠાણ અને પૃથ્વીભાઇ ઓડેદરા સહિતે જહેમત ઉઠાવી હતી.  ગુજરાતમાં દ્યરે દ્યરે યોગ પહોંચે તે માટે ગુજરાત રાજય યોગ બોર્ડ અને ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. પોરબંદરના બેંચ-૨નાં યોગ ટ્રેનર્સને યોગ્ય તાલીમ પુરી પાડવા કોચ જીવાભાઇ ખુટી જહેમત ઉઠાવી રહ્યા છે.      યોગ ટ્રેનર્સની મુલ્યાંકન કસોટીની તસ્વીર.

(11:16 am IST)