Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ટંકારાની સાવડી નદીમાં પ્રદૂષીત પાણી

ટંકારા : તાલુકાના શ્રી સાવડી ગ્રામ પંચાયતના સરપંચ પ્રભાબેન દ્વારા મામલતદારને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે સાવડી ગામે આવેલ નદીમાં સાવડી, સરાયા, ઓટાળા, બંગાવડી ગામના પશુઓ નદીનું પાણી પીવે છે જે નદીમાં બે દિવસ પહેલા ઉપરવાસમાંથી કેમિકલયુકત પાણી કોઈ કારખાના દ્વારા છોડવામાં આવેલ છે જેથી પશુધન અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું હોય જે પાણી આરોગ્ય અને ખેતીમાં નુકશાન કરે છે જેથી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

(11:15 am IST)