Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સાયલામાં બેન્કમાં ખાતુ ખોલાવવા રિક્ષામાં જતા વૃધ્ધના ૫૦ હજારની લૂંટ

અજાણ્યો ચાલક બળજબરી બેસાડી પોલીસ સ્ટેશન પાસે ઉતારી નાસી છૂટ્યો

વઢવાણ,તા. ૨૧: સાયલા ખાતે રહેતાં વૃધ્ધ બેન્કમાં ખાતું ખોલાવવા જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા રીક્ષાચાલકે વૃધ્ધને બળજબરીપૂર્વક રીક્ષામાં બેસાડી દીધા હતાં અને વૃધ્ધ પાસે રહેલ રોકડ રૂ.૫૦,૦૦૦ની લુંટ ચલાવી આગળ જઈ વૃધ્ધને પોલીસ સ્ટેશન પાસે ઉતારી રીક્ષાચાલક નાસી છુટયો હતો. ત્યારબાદ વૃધ્ધે બુમાબુમ કરી હતી પરંતુ રીક્ષાચાલકનો પત્ત્।ો લાગ્યો નહોતો જયારે આ બનાવની જાણ થતાં આસપાસના લોકો ઉમટી પડયાં હતાં અને પોલીસને જાણ કરતાં સાયલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો ..

અને હાઈવે પર તેમજ આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સાયલા તાલુકામાં અગાઉ પણ ધોળે દિવસે લુંટ, ચીલઝડપ અને ચોરી સહિતના બનાવો બની ચુકયાં છે ત્યારે ફરી દિન-દહાડે લુંટનો બનાવ બનતાં સાયલા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.

(11:14 am IST)