Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જામનગરની મધુબન સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી પ્રશ્નનો રજૂઆત બાદ કોઈ નિવેડો નહિ આવતા અંતે ભાજપના જ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા વિસ્તારના મહિલાઓ સાથે મહાનગરપાલિકા પરિસરમાં ઢોલ વગાડતા વગાડતા પહોચ્યા હતા. મહિલા કોર્પોરેટરે કમિશ્નર ઓફિસમાં પણ ઢોલ વગાડીને રજૂઆત કરી

જામનગર::::જામનગર મહાનગર પાલિકામાં સતાપક્ષના જ મહિલા કોર્પોરેટરે ઢોલ વગાડીને સ્થાનિક મહિલાઓ સાથે દૂષિત પાણીના પ્રશ્ને રજૂઆત કરવા પહોચ્યા હતા.જામનગરના વોર્ડ નંબર 4માં છેલ્લા 15 દિવસથી મધુબન સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી આવે છે. તે અંગેની રજૂઆત બાદ કોઈ નિવેડો નહિ આવતા અંતે ભાજપના જ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા આ વિસ્તારના મહિલાઓ સાથે મહાનગરપાલિકા પરિસરમાં ઢોલ વગાડતા વગાડતા પહોચ્યા હતા. મહિલા કોર્પોરેટરે કમિશ્નર ઓફિસમાં પણ ઢોલ વગાડી દૂષિત પાણીના પ્રશ્ને નિરાકરણ નહિ આવતા હંગામો મચાવ્યો હતો. અને જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણાં કરવાની ચીમકી પણ આપી હતી. જો કે રાત્રે પણ કોઈ અધિકારી નહિ આવતા કમીશન ઓફિસમાં જ ઢોલ વગાડી રચનાબેન નંદાણિયાએ ધમાચકડી બોલાવી હતી.

(10:55 am IST)