Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ભુજમાં કડાકા ભડાકા સાથે સવા બે ઈંચ, અન્યત્ર ઝાપટા : મગ, એરંડા, કપાસ, મગફળી, તલના પાક ઉપરાંત બાગાયતી પાકોને ભારે નુક્સાન

(ભુજ) અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણને કારણે કચ્છમાં વાતાવરણ પલટાયું છે. સતત ચોથા દિવસે પણ સાંજે વરસાદ સાથે કચ્છમાં આસો મહીનામાં મેઘરાજાએ શ્રાવણનો માહોલ સર્જાયો છે. ગઈકાલે ભુજમાં કડાકા ભડાકા સાથે એક કલાકમાં સવા બે ઈંચ વરસાદ પડતાં ભુજ શહેર પાણી પાણી થઈ ગયું હતું. કચ્છમાં અન્યત્ર અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, અબડાસા, નખત્રાણા પંથકમાં ભારે ઝાપટાં સાથે વરસાદ પડ્યો હતો. સતત માવઠા અને વરસાદથી કચ્છમાં ખેતીને ભારે નુક્સાન પહોંચ્યું છે. કપાસ, મગફળી, મગ, એરંડા, તલનો પાક ધોવાઈ ગયો છે.

(9:22 am IST)