Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જામનગરમાંથી રિવોલ્વર સાથે કરણ ઉર્ફે કાળું કેશરીયા ઝડપાયો : સાંઢીયા પુલ નજીક માધવ બેગ પાસેથી એલસીબીએ દબોચી લીધો

-રિવોલ્વર, 9 નગ કાર્ટિશ, મિસ ફાયર અને ફૂટેલ કાર્ટિશ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત

જામનગરમાંથી રિવોલ્વર સાથે કારણ ઉર્ફે કાળું કેશરીયા ઝડપાયો છે એલસીબીએ બાતમીના આધારે સાંઢીયા પુલ નજીક માધવ બેગ પાસેથી  દબોચી લીધો છે આરોપી પાસેથી રિવોલ્વર, 9 નગ કાર્ટિશ, મિસ ફાયર અને ફૂટેલ કાર્ટિશ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરાયો છે

 એલસીબીના ફિરોઝભાઈ દલને મળેલ બાતમીના આધારે આરોપી કરણ ઉર્ફે  કાળું રહે માધવબાગ શેરી ન, 4ના કબ્જામાંથી રિવોલ્વર, 9 નગ કાર્ટિશ, મિસ ફાયર અને ફૂટેલ કાર્ટિશ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરીને કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

(12:26 am IST)