Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ભાવનગરમાં ખંડણીની ફરિયાદનો ખાર રાખી મેમણ વેપારી પર હિચકારો હુમલો

શિશુવીહાર સર્કલ પાસે અફજલ નામના આરોપીએ શિપબ્રેકીંગના મેમણ વેપારી પર છરીથી હુમલો કર્યો

 

ભાવનગર : શહેરના શિશુવિહાર સર્કલ પાસે શિપબ્રેકીંગના ધંધાના મેમણ વેપારી આસીફભાઈ ફતાની સાથે રાત્રીના ખંડણી બાબતે હિચકારો હુમલો કરાતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. બી.ડીવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  અંગે મળતી વિગત મુજબ શહેરના શિશુવીહાર સર્કલ પાસે રાત્રીના અફજલ નામના આરોપીએ શિપબ્રેકીંગના મેમણ વેપારી આસીફભાઈ ફતાની સાથે અગાઉની કોઈ જુની અદાવત બાબતે છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામ્હતી.

પ્રકરણે તપાસ કરનાર બી.ડીવીઝનના પી.એસ.આઈ. .પી.સલૈયાએ જણાવ્યું હતું કે તેઓને હાથે પગે અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજા થતા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આરીફભાઈએ અગાઉ આરોપી વિરૂદ્ધ ખંડણીની ફરિયાદ કરી હોઈ જેની દાઝ રાખી આરોપીએ હુમલો કર્યાનું ફરિયાદી સાથે વાતચીતમાં જાણવા મળેલ છે.

(11:39 pm IST)