Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ગાંધીધામમાં 248 બાળકોએ 1500 ડફલીઓ સાથે વિવિધ નૃત્ય કરીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો

વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના જ્યુરી ઇલાન સોનીએ આ રેકોર્ડને માન્ય રાખી સ્પર્ધકોને સર્ટિફિકેટ અર્પણ કર્યા

કચ્છના ગાંધીધામ ખાતે 248 બાળકોએ 1500 ડફલીઓ સાથે વિવિધ નૃત્ય કરી વિશ્વ વિક્રમ રચ્યો છે.

  કચ્છના ગાંધીધામના મોગમ ડાન્સ એકેડમીના સંચાલક ધારા શાહ છેલ્લા 12 વર્ષથી ડાન્સ એકેડમી ચલાવી રહ્યા છે તેમને એક અનોખો વિચાર આવ્યો હતો. એક સાથે 248 બાળકોએ 1,500 ડફલીઓ સાથે સતત 30 મિનિટ સુધી નોન સ્ટોપ ડાન્સ કરી વિશ્વ વિક્રમ બનાવ્યો છે.

  આ નૃત્ય દરમિયાન સેવ ગર્લ ચાઈલ્ડ, સેવ વોટર, ક્લીન ઇન્ડિયા તેમજ નો પ્લાસ્ટિક નો સંદેશ આપવામાં આવ્યો. એક સાથે 248 બાળકોએ 1,500 ડફલી સાથે કરેલા નૃત્યને વિશ્વ વિક્રમ માટે રજૂ કરાયું જયાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના જ્યુરી ઇલાન સોનીએ આ રેકોર્ડને માન્ય રાખી સ્પર્ધકોને સર્ટિફિકેટ અર્પણ કર્યા હતા

(7:23 pm IST)