Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પાલીતાણાના વીરપુર ગામે તળાવમાં ડૂબી જવાથી ત્રણ સગા ભાઈઓના કરૂણમોત

સ્થાનિકો દ્વારા ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા : પરિજનોમાં આક્રંદ

ભાવનગરના પાલીતાણા તાલુકાના વીરપુર ગામે ત્રણ સગા ભાઈના મોત થયા છે. ત્રણેય ભાઈઓ ગામના તળાવમાં નાહવા ગયા હતા તે દરમિયાન ડૂબી જતા મોત થયા છે. .સ્થાનિકો દ્વારા ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.સુખાભાઈ ચૌહાણે પોતાના ત્રણ બાળકો ગુમાવતા પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો હતો.

ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી .

(1:28 pm IST)
  • બપોરના 1 વાગ્યે હરિયાણામાં મતદાન 31.70 અને મહારાષ્ટ્રમાં 20.55 પહોંચ્યું: સરેરાશ મતદાન 22.36 ટકા: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યું મતદાન: હરિયાણાના મુખ્યમંત્રીએસાયકલ પર સવારી કરીને કર્યું મતદાન : સ્ટાર્સે મતદાન કરવાની સાથે સેલ્ફીનો પણ માણ્યો આનંદ access_time 1:30 pm IST

  • ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાને હોસ્પિટલમાં દાખલ કરાયા : મંત્રી બાવળીયાને ડેન્ગ્યુની અસર : બાવળીયાને ગઈરાતથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે. access_time 3:42 pm IST

  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : પુણેના શિવાજી નગર પોલિંગ બૂથમાં અંધારા : વિદ્યુત પ્રવાહ ખોરવાઈ જતા મીણબત્તીના અજવાળે વોટિંગ access_time 12:41 pm IST