Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જુનાગઢમાં દારૂની મહેફીલ કરતા સાત શખ્સોની રાજાપાઠમાં ધરપકડ

મજેવડી અને ડેરવાણમાંથી પણ નશોખોરો ઝબ્બે

જુનાગઢ, તા. ર૧: જુનાગઢમાં દારૂની મહેફીલ કરતા સાત શખ્સોની રાત્રે રાજાપાઠમાં ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ બી-ડીવીઝનના પીએસઆઇ એન.જી. પરમાર રાત્રે સ્ટાફ સાથે ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે પ્રોબેશનર ડીવાયએસપી મિહીર બારૈયાની સુચનથી ગેસ પંપ પાછળ દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે જુનાગઢના રવિ પરમાણંદ, હિતે રાજુ હરવાણી, યોગેશ જેઠવા વધયા દિલીપ નારણ બચાણી, દિલીપ દેવળદાસ વધવા, રાજ પ્રીમ પારવાણી અને તરૂણ બ્રજેશ દુબે સહિત સાત શખ્સોને નશો કરલી હાલતમાં ઝડપી લઇ તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત જુનાગઢ તાલુકા પોલીસે મજેવડી ગામમાંથી ત્રણ નશાખોરોની અને ડેરવાણ ગામેથી બે નશાખોરોની ધરપકડ કરી કાર્યદેસરની કાર્યવાહી કરી હતી.

(1:24 pm IST)
  • ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાને હોસ્પિટલમાં દાખલ કરાયા : મંત્રી બાવળીયાને ડેન્ગ્યુની અસર : બાવળીયાને ગઈરાતથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે. access_time 3:42 pm IST

  • દિલ્હી : આર્મીના ડ્રેસમાં પાંચ આતંકવાદીઓ ઘુસી ગયા છે: દિલ્હી-એનસીઆરમાં એલર્ટની જાહેરાત કરી દેવાઇ : ગુપ્તચર સંસ્થાઓએ આતંકવાદીઓની વાતો ટેપ કરી લીધી છે : દિલ્હી, યુપી, હરિયાણા અને પંજાબમાં ખતરો અકબંધ access_time 4:03 pm IST

  • બપોરના 1 વાગ્યે હરિયાણામાં મતદાન 31.70 અને મહારાષ્ટ્રમાં 20.55 પહોંચ્યું: સરેરાશ મતદાન 22.36 ટકા: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યું મતદાન: હરિયાણાના મુખ્યમંત્રીએસાયકલ પર સવારી કરીને કર્યું મતદાન : સ્ટાર્સે મતદાન કરવાની સાથે સેલ્ફીનો પણ માણ્યો આનંદ access_time 1:30 pm IST