Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જુનાગઢમાં ચેકની ચોરી કરી ૧ લાખ રૂ. ઉપાડી લેનાર આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ

જીઇબીના કર્મચારીને રકમ પરત મળતા પોલીસ અધિકારીઓનું કરાયું સન્માન

જૂનાગઢ,તા.૨૧: શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીવાન ચોકમાં આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે  પ્રફુલભાઈ મોહનભાઇ લાઠીયાએ પોતાનો ચેક રૂ. ૧,૦૦,૦૦૦/- નો બેંકના ડ્રોપ બોકસમાં નાખેલ હતો. પરંતુ, આ ચેકમાં પોતાનું નામ લખતા ભૂલી જતા, ત્યાંથી ચેકની ચોરી કરીને બીજી બેંકમાં શાખામાં જમા કરાવી, રૂ. ૧ લાખની ચોર્રીં થયા અંગેની ફરિયાદ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા, જૂનાગઢ જિલ્લાના ર્ંપોલીસ અધીક્ષક સૌરભ સિંર્દ્યં ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો. ઇન્સ. કે.એમ.ગોસ્વામી, પો.સ.ઇ. કે.બી.લાલકા તથા સ્ટાફના હે.કો. અનકભાઈ , પ્રવીણ બાબરીયા પો.કો. સુભાષભાઈ, ભૂપતસિંહ, જીલુભાઈ, સહિતના સ્ટાફ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી, મળેલ બાતમી આધારે ર્ંઆરોપી જય રમેશભાઈ ગોહેલ જાતે કોળી (ઉવ. ૨૮) રહે. ચામુંડા કૃપા, આદિત્યનગર, જોશીપુરાને ગણતરીના કલાકોમાં પકડી પાડી, ધરપકર્ડં કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીના કબજામાંથી ચોરીમાં ગયેલ રોકડ રકમ રૂ. ૧,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પણ કર્બ્જેં કરવામાં આવેલ હતો.

આમ, જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સતર્કતાથી કાર્યવાહી કરવામાં આવતા, ગણતરીના કલાકોમાં ગુન્હો ડિટેકટ કરી, મુદામાલ રિકવર્રં કરવામાં આવેલ છે. જૂનાગઢ એ ડિવિઝન ર્ંપોલીસ દ્વારા પોતાના ચેકની તપાસ તાત્કાલિક કરી, રૂ. ૧લાખ કબ્જે કરવામાં આવતા, ફરિયાદી પ્રફુલભાઈ લાઠીયા કે, જેઓ પીજીવીસીએલના સામાન્ય કર્મચારી   જે પોલીસના પ્રયત્નોથી પરત મળતા, તેઓ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કરવામાં આવ્યો તમામ સ્ટાફની સન્માન કરવામાંઆવ્યું હતું.

(1:23 pm IST)