Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જૂનાગઢ નજીકના જામકા ગામે ગિર ગાયના દુધ ઘી દ્વારા તૈયાર થઇ રહી છે શુદ્ધ મિઠાઇ

જૂનાગઢ તા. ર૧ : જામકા જળક્રાન્તિ અને ગીર ગાય યોજના અને ગાય આધારીત  કૃષિની ભુમી લોકોને ઝેરવિહીન ઓર્ગેનિક અનાજ, શાકભાજી અને દેશી ગાયના ઘી, દુધ સંપૂર્ણ શુદ્ધતા સાથે મળે તેવી ઉત્કૃષ્ટ ભાવના સાથે જળક્રાન્તી ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઇ સુવાગીયાની વિચારધારાને મુર્તિમંત કરી રહ્યા છે. જામકાના પ્રગતિશીલ ખેડુત પરસોતમભાઇ સીદપરા લોકોને શુદ્ધ આહાર મળે તેવી ભાવના સાથે તેઓ શહેર તથા ગ્રામજનોને ગીર ગાયના દુધ, ઘી અને ગાય આધરીત કૃષિી ખેતપેદાશો તથા શાકભાજી મળી રહે અને ખેડુતો આપણા દેશની સર્વશ્રેષ્ઠ ગાય આધારિત ખેતી કરે તે માટે સતત કાર્યરત રહે છે.

શુદ્ધ મિઠાઇ હાલમાં આવી રહેલ દિવાળીના તહેવારોમાં અને ક લોકો બજારમાં મળતી ભેળસેળ યુકત અને રંગ રસાયણો વાળી નકલી માવો, ભેળસેળ વાળા ઘીથી તૈયાર જાતજાતની મિઠાઇ ખરીદી કરશે આ મિઠાઇ આરોગ્યપ્રદ ન હોવાથી લોકો ગંભીર રોગના ભોગ બને છે. ત્યારે તેઓએ અપીલ કરી છે કે આ દિવાળીના તહેવારોમાં લોકો પ્રાચીન પરંપરાને અનુસરે અને દેશી ગાયના દુધ અને ઘી વડે જ પોતાના ઘરેજ મોહનથાળ, અડદીયા, ગુલાબજાંબુ અને લાખણશાહી લાડુ જેવી આરોગ્ય વર્ધક મિઠાઇ બનાવે તેઓ દ્વારા તૈયાર કરાતી મિઠાઇમાં ગાયના દુધનો માવો, ગાયનું શુદ્ધ કાશ્મીરી કેશર સુકામેવા અને સાકરનો ઉપયોગ થાય કરવામાં આવેછે.

વધુમાં તેઓનું કહેવું છે કે, પરંપરાગત મીઠાઇ પોતાના ઘરે બનાવી આરોગ્ય જાળેદરેક ખેડુત પોતાને આગણે ગાય અવશ્ય રાખે અને ગાયના ઘી, દુધ તથા ગાય આધારીત ખેતી કરી તેનું ઓર્ગેનીક અનાજ અને શાકભાજી લોકોને મળે તેવું આયોજન કરી પોતે સમૃદ્ધ થાય સાથે સાથે લોકોને આરોગ્ય વર્ધક જીવન મળે તેવો પ્રયાસ કરે તે જરૂરી બન્યું છે.

(1:22 pm IST)