Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ડેન્ગ્યુએ વધુ એકનો ભોગ લીધોઃ જામનગરમાં ૨૧૮ દર્દીઓ સારવારમાં

આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાનઃ દવા છંટકાવ કામગીરી

જામનગર તા.૨૧: જામનગર-જીલ્લામાં ડેન્ગ્યુએ કાળો કેર વર્તાવ્યો છે અને આજે દેવભુમી દ્વારકા જીલ્લાના ભીમરાણાના ૪૫ વર્ષના વ્યકિતનું મોત થયુ છે ગઇકાલે ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ અને કોર્પોરેશનમાં ૬૯ કેસ ડેન્ગ્યુના નોંધાયા છે.

અતિ ભારે વરસાદ થવાને કારણે જામનગર જીલ્લા (ગ્રામ્ય)માં હાલ ડેન્ગ્યુ જોવા મળે છે, ડેન્ગ્યુએ (DEN-1,2,3,4) વાઇરસથી થતો રોગ છે. ઘરના સંગ્રહિત ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એડીસ ઇજીપ્તી પ્રકારના ચેપી માદા વાહક મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યકિતને દિવસે કરડવાથી ફેલાય છે. જેથી મચ્છર ઉત્પતિ અટકાવા માટે ઘરમાં સંગ્રહિત કરેલ પાણીના તમામ ટાંકાઓ/પાત્રોને માત્ર હવાચુસ્ત ઢાંકવાથી તેમજ ઘરની આસપાસ/છત ઉપર ચોમાસા પહેલા કે બાદ બિનઉપયોગી કાટમાળ નિકાલ/નાશ કરવાથી મચ્છર તેમાં ઇંડા મૂકી શકતા નથી. આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે.

તાલુકા-જામનગરમાં ડેન્ગ્યુ રોગચાળાને કાબુમાં રાખવા જામનગર જીલ્લાના અન્ય તાલુકાના ૪૩ જેટલા MPHW-આરોગ્ય ક્રમચારીઓ તા.૧૯-૧૦-૨૦૧૯ થી ૨૦-૧૦-૨૦૧૯ એમ બે(૨) દિવસ ડેપ્યુટ કરી જામનગર તાલુકા ૧૧૮ ગામમાં ડેન્ગ્યું રોગચાળા અટકાયતની કામગીરીમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ માં જીલ્લા/તાલુકાા અધિકારીશ્રી-સુપરવાઇઝરના સુપરવિઝન હેઠળ ગામે-ગામ આરોગ્ય કર્મચારીઓમાં મ.પ.હે.વર્કર,ફિ.હે.વર્કર, આશાની ટીમ બનાવી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી કરમાં આવશે.

આ ટીમ મારફતે જામનગરતાલુકાના ૧૧૮ ગામો હાઉસ ટુ હાઉસ રૂબરૂ ફિલ્ડ મુલાકાત કરીને તાવના કેશો શોધીને લોહી નમુનાનું પરીક્ષણ કરવી જરૂર સારવાર આપવામાં આવે છે. તેમજ મચ્છર ઉત્પતિ અટકાવવા માટે પોરાનાશકમાં એબેટ કામગીરી, પોરાભક્ષક માછલી-ગપ્પી મુકવી,નાના મોટા ખાડા ખાબોચિયાંમાં બી.ટી.આઇ. અને બળેલા ઓઇલનો છંટકાવ, ડેન્ગ્યું વાળા વિસ્તારોમાં ફોગીગ કામગીરી, આરોગ્ય શિક્ષણ (પત્રિકા વિતરણ, માઇક પ્રચાર વગેરે) અને મચ્છર ઉત્પતિ સ્થાનો દુર કરવા માટે સમજ આપીને જનહિતની આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવે છે.

તેમજ જામનગર તાલુકાના ૧૧૮ ગામમાં ડ્રાઇ દિવસ (સુકો દિવસ)તરીકે ઉજવવાનું આયોજન માં પાણી ભરેલ પાત્રો લાખી કરાવી લોકો દ્વારા તે પાત્રોને સારી રીતે સાફ કરાવી પાત્રો તડકામાં સુકવીને નવું તાજું પાણી ભરી હવા ચુસ્ત ઢાંકણ ઢાંકાવાથી ડેન્ગ્યુંના એડીસ મચ્છરના પોરા થતા નથી. તેમજ ઘર અને છત ઉપર બિનઉપયોગી કાટમાળ નિકાલ/નાશ કરવાથી મચ્છર તેમાં ઇંડા મૂકી શકતા નથી. જેથી ડેન્ગ્યું-ચીકનગુનીયાનો રોગચાળા થતો અટકાવી શકાય છે.

તા.૨૦-૧૦-૨૦૧૯ના રોજની હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરીમાં જીલ્લામાં તાલુકા-જામનગર ગ્રામ્ય):ના ૨૦૯ આરોગ્ય કર્મચારી દ્વારા ગામ-૧૧૮ની વસ્તી-૨૫૮૮૫, ઘરો-૬૫૦૯ હાઉસ ટુ હાઉસ મુલાકાત કરતા તાવના કેશ-૧૦૪, તાવના લોહીના લીધેલ નમુનાની સ્લાઇડ-૧૦૪, પોઝીટીવ મેલેરિયા કેશ-૦ (શૂન્ય) મળેલ છે.

મચ્છર ઉત્પતિ અટકાવવા પોરાનાશક કામગીરીમાં તપાસેલ પાત્રોની સંખ્યા-૨૬૨૪૮, પોરા મળેલ પાત્રોની સંખ્યા-૧૩૩, એબેટ દવા નાખેલ ખુલ્લા પાત્રોની સંખ્યા-૮૪૯૭, નાશ/નિકાલ કરેલ પાત્રોની સંખ્યા-૭૫૨, પત્રીકા વિતરણ-૩૦૦૧, માઇક પ્રચાર, બી.ટી.આઇ. છટકાવ કરેલ પાણી ભરેલ ખાડા-૧૩, બળેલ ઓઇલ/કેરોસીન નાખેલ ખાડાની સંખ્યા-૫૦, પોરાભક્ષક ગુપ્પી-ગમ્બુસીયા માછલી નાખેલ સ્થળની સંખ્યા-૩, ડ્રાઇ (સુકો) દિવસ કરેલ ગામની સંખ્યા-૭૪, ડેન્ગ્યુ કેશ વાળા વિસ્તારોમાં ઘરની અંદર ઇન્ડોર ફોગીગ-૧૪૪ ઘરમાં કરેલ છે.

ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા વિનંતી.

વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનનો સહકાર મળે. લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે. પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે. ડો.એ.જી.બથવાર, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જે.એન.પારકર, જીલ્લા મેલેરિયા અધિકારીશ્રી, જામનગરની યાદી જણાવે છે.

જામનગરમાં ડેંગ્યુના રોગચાળો સમવાનું નામ નથી લઇ રહ્યો. જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેંગ્યુના ૨૧૮ દર્દીઓ ડેંગ્યુના રોગની સારવાર હેઠળ છે. સરકારી હોસ્ટિલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓ માં પણ ડેંગ્યુના અનેક કેસો સામે આવી રહ્યો છે.

જામનગર જિલ્લામાં વધી રહેલા ડેંગ્યુના કેસોને લઇને આરોગ્ય વિભાગ દ્વારા જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિના નાટકો, ખુલ્લામાં ભરાયેલા પાણીમાં ઓઇલ નાખવા અને દવા છટકાવ કરવાની કામગીરી આરંભાઇ છે. જામનગરમાં ડેંગ્યુના રોગચાળામાં લોકોને જાગૃત કરવા શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ડેંગ્યુના રોગચાળામાં સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:21 pm IST)