Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જામનગરમાં સહિયર નવરાત્રી મહોત્સવ-ર૦૧૯ નો મેગા ફાઇનલ સંપન્નઃ અઢળક ઇનામો

જામનગર : જામનગરની કલા સંસ્થા રંગતાલી ગ્રુપના મહિલા એકમ સહિયર ગ્રુપના ઉપક્રમે નવરાત્રીમાં યોજાયેલા ડાંડીયા મહોત્સવનો મેગા ફાઇનલ ભારે રંગેચંગે યોજાઇ ગયો. જેમાં દરરોજના પસંદગી પામેલા ખેલૈયાઓએ તાલીસાર, પંચિયા રાસ, ચોકડી રાસમાં ધુમ મચાવી હતી. સમગ્ર નવરાત્રી મહોત્સવના મેગા વિનર પ્રીન્સ તરીકે નિર્મલ દવે અને મેગા વિનર પ્રીન્સેસ તરીકે કાજલ સોની વિજેતા થયા હતાં. છેલ્લા છવીસ વર્ષથી રંગતાલી ગ્રુપ દ્વારા અર્વાચીન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષથી મહિલાઓ દ્વારા સંચાલીત સહિયર નવરાત્રી મહોત્સવ બેટી ચાવો, બેટી પઢાઓની થીમ સાથે એમ. પી. શાહ કોમર્સ કોલેજના પટાંગણમાં યોજવામાં આવે છે. હર્ષ પોલીપેક પ્રા. લી. દ્વારા પ્રાયોજીત આ મહોત્સવમાં દરરોજની ડાંડીયા રાસની સ્પર્ધાના વિજેતા જાહેર કરવામાં આવે છે. આ વર્ષે દસ દિવસના નોરતાના અંતે અગિયારમા દિવસે મેગા ફાઇનલ યોજાયો હતો. જેમાં અગાઉના દિવસના દરરોજના રાઉન્ડના વિજેતાઓના ઝમકદાર દાંડીયા રાસના કારણે જમાવટ લીધી હતી. બાર વર્ષથી નીચેની વયના બાળ ખેલૈયાઓએ પણ વિશિષ્ટ વેશભૂષા સાથે તાલીરાસનું ફાઇનલ રાઉન્ડમાં જોડાઇને દર્શકોને ઝકડી રાખ્યા હતાં. આ વર્ષના મહોત્સવમાં ઉત્કૃષ્ટ રમત રમીને નિર્મલ દવે (મેગા વિનર પ્રિન્સ) અને કાજલ સોની (મેગા વિનર-પ્રિન્સેસ) થયા હતાં. જયારે પંચિયા રાસમાં પ્રતિક વોરા (પ્રિન્સ), વિશાખા ખેતીયા (પ્રિન્સેસ), ધર્મેશ રાઠોડ અને મોનિક જાની (દ્વિતીય વિજેતા) જયારે રાજ વિઠલાણી અને હિનલ ઘુમરા (તૃતીય વિજેતા) થયા હતાં. તાલી રાસની હરિફાઇમાં સંજુ પરિહાર (પ્રિન્સ), ચાંદની રાયચુરા (પ્રિન્સેસ), જય માંડલીયા અને બંસી ભેડા (દ્વિતીય વિજેતા) જયારે હિતાંશ પાઠક અને રિનિતા રાવલ (તૃતીય વિજેતા) થયા હતાં. ચોકડી રાસમાં તોફાની રાધેક્રિષ્ના ગ્રુપ (પ્રથમ વિજેત) અને લીટવ વૃજ ગોપી ગ્રુપ (દ્વિતીય વિજેત) થયું હતું. સીનીયર વિભાગમાં વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ તરીકે મીત ભટ્ટ અને ઝલક કનખરા પસંદગી પામ્યા હતાં.  આ ઉપરાંત બાળકોના જુનીયર વિભાગમાં અવી ત્રિવેદી અને કાવ્યા પારકર (પ્રથમ) દેવદીપસિંહ જાડેજા અને મેઘા અડાલજા (દ્વિતીય) જયારે ક્રિશ કાંટવા અને હેત્વી રાયચુરા (તૃતીય), વિજેતા થયા હતાં. વેલડ્રેસ વિભાગમાં મંત્ર પારકર તથા યશ્વી જોશી પસંદગી પામ્યા હતાં. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રીમતી માધવીબેન ઓઝા, શ્રી અભિલાષભાઇ શાસ્ત્રી, શ્રી દિપકભાઇ જોશી, શ્રીમતી કાજલબેન શાસ્ત્રીએ સેવા આપી હતી. ઉપરોકત તમામ વિજેતાઓને સ્પોન્સર્સ, કો.-સ્પોન્સર્સ ઉપસ્થિત મહાનુભાવો, નિર્ણાયક તેમજ આયોજક સંસ્થાના હોદેદારોના હસ્તે કિંમતી ભેટ-સોગાદો અર્પણ કરાઇ હતી. ઇનામ વિતરણ કાર્યક્રમના ઉદઘોષક તરીકે શ્રી પી.ડી. ત્રિવેદી, કુ. તીર્થા ઉપાધ્યાય રહ્યા હતાં. શ્રી સંજય જાની તેમજ શ્રીમતી રીટાબેન સંજયભાઇ જાનીના નેતૃત્વ હેઠળ વિશાળ કાર્યકરોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(1:20 pm IST)