Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

રિલાયન્સ ડિજિટલમાં વનપ્લસ ટીવીનો એકસકલુઝિવ અનુભવ મેળવો

જામનગર, તા.૨૧: ભારતની નંબર ૧ ઇલેકટ્રોનિકસ રિટેલર રિલાયન્સ ડિજિટલે એનાં રિટેલ આઉટલેટમાં વનપ્લસ ટીવી લાઇનઅપને એકસકલૂઝિવ રીતે લોંચ કરવા વનપ્લસ સાથે પાર્ટનરશિપ કરી છે.

વનપ્લસ ટીવી ૫૫ કયુ૧ અને વનપ્લસ ટીવી ૫૫ કયુ૧ પ્રો એમ બંને આજે રિલાયન્સ ડિજિટલનાં પ્રભાદેવી સ્ટોરમાં લોંચ થયા હતાં. આ ઇવેન્ટમાં રિલાયન્સ ડિજિટલનાં સીઇઓ બ્રાયન બાડે, રિલાયન્સ ડિજિટલનાં ઇવીપી અને સીએમઓ કૌશલ નેવરેકર અને વનપ્લસ ઇન્ડિયાનાં જનરલ મેનેજર વિકાસ અગ્રવાલ તેમજ બોલીવૂડની અભિનેત્રી તારા સુતરિયા ઉપસ્થિત હતાં.

આ લોંચનાં ભવ્ય પ્રસંગે બ્રાયને બાડેએ કહ્યું હતું કે, 'લેટેસ્ટ ટેકનોલોજી સૌપ્રથમ લોંચ કરવાનાં અમારાં ટ્રેક રેકોર્ડને અનુરૂપ અમને રિલાયન્સ ડિજિટલ ફેમિલીમાં વનપ્લસ ટીવીને આવકારતાં ગર્વ થાય છે. અમે ભારતીય ગ્રાહકો અને લેટેસ્ટ ટેકનોલોજી વચ્ચે દુનિયાભરની બ્રાન્ડો માટે સેતુ બનવાનું જાળવી રાખીશું.'

વનપ્લસ ટીવીની જાહેરાત પર એકત્ર થયેલા લોકોને સંબોધન કરતાં વનપ્લસ ઇન્ડિયાનાં જનરલ મેનેજર વિકાસ અગ્રવાલે કહ્યું હતું કે, ''અમે ગયા વર્ષે નવેમ્બરથી રિલાયન્સ ડિજિટલ સાથે કામ કરીએ છીએ અને અમને ભારતમાંથી અમારાં ઉત્પાદનો પ્રાપ્ત થયેલા પ્રતિસાદ પર ખુશ છીએ. રિલાયન્સ ડિજિટલે રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક નોંધપાત્ર હાજરી ઊભી કરી છે અને એનાં ૩૫૦દ્મક વધારે સ્ટોરમાં વનપ્લસ ડિવાઇસીઝનું વેચાણ ચાલે છે. વનપ્લસ ટીવી લોંચ થવાથી અમારી ફળદાયક ભાગીદારી વધારે મજબૂત થશે તથા વનપ્લસ ટીવીની ખરીદી કરવા ઇચ્છતાં ભારતનાં ગ્રાહકોને એનાં ઇનોવેશનનો ફિઝિકલી અનુભવ મળશે. આ દ્રષ્ટિએ રિલાયન્સ ડિજિટલનાં સ્ટોર્સ કિંમતી ઓફલાઇન પ્લેટફોર્મ પ્રદાન કરશે.''

ટેકનોલોજી ઉત્સાહી તારા સુતરિયાએ લોંચ પર ખુશી વ્યકત કરીને કહ્યું હતું કે, 'રેલાયન્સ ડિજિટલ મારો મનપસંદ ટેકનોલોજી સ્ટોર છે અને મને ખુશી છે કે, મારી જેમ ભારતનાં મતામ લોકો આ નવા જનરેશન ટીવીનાં અનુભવની તક મેળવશે.'

તાજેતરમાં લોંચ થયેલું વનપ્લસ ટીવી બે વેરિઅન્ટ વનપ્લસ ટીવી ૫૫ કયુ! અને વનપ્લસ ટીવી ૫૫ કયુ પ્રોમાં આવે છે, જે બંને ૪કે કયુએલઇડી અનુભવ આપે છે. બંને સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ ટીવીનાં લેટેસ્ટ વર્ઝન પર ચાલે છે. વનપ્લસ ટીવી ૫૫ કયુ૧ પ્રો ૫૫ ઇંચની કયુએલઇડી ડિસ્પ્લે અને ડોલ્બી વિઝન સપોર્ટ ધરાવે છે, જેમાં આઠ સ્પીકર છે, જે ૫૦વોટ આઉટપુટ આપે છે. બંને સ્માર્ટ ટીવીનાં વેરિઅન્ટ ડોલ્બી એટમોસ સપોર્ટ અને કસ્ટમ ગામા કલર મેજિક પ્રોસેસર ધરાવે છે. આ વોઇસ કન્ટ્રોલ પણ ધરાવે છે, જે ગ્રાહકોને સ્માર્ટ ટીવીનો વિસ્તૃત અનુભવ આપે છે. ઉપરાંત વનપ્લસ ટીવી સંપૂર્ણપણે ઇનોવેટિવ વનપ્લસ કનેકટ એપ સપોર્ટેડ છે, જે સ્માર્ટર ઇન્ટરેકશન અને કનેકટેડ ડિવાઇસીસ દ્વારા કનેકિટવિટીનો શ્રેષ્ઠ અનુભવ આપે છે.

ઉપરાંત રિલાયન્સ ડિજિટલ ગ્રાહકો માટે અનેક એકસકલૂઝિવ ઓફર પણ કરશે, જેમ કે વનપ્લસ ટીવી પર એચડીએફસી કાર્ડ પર રૂ. ૭૦૦૦ સુધીનું કેશબેક, નો કોસ્ટ ઇએમઆઈ ઓપ્શન્સ, એક્ષ્ટેન્ડેડ વોરન્ટી અને મલ્ટિબેંક કેશબેક.

૧૦૦ વધારે શહેરોમાં રિલાયન્સ ડિજિટલ અને જિયો સ્ટોર્સમાં બંને વર્ઝન ઉપલબ્ધ થશે.

(1:19 pm IST)