Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અમરેલીઃ ડાયમંડ કિંગ અશોક ગજેરા સાથે દેવેન્દ્ર ફડનવીસની મુલાકાત

અમરેલી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ર૦૧૯ માં મહારાષ્ટ્રમાં પુનઃ ભાજપ સરકાર બેસે તથા લોકપ્રિય મુખ્ય મંત્રીશ્રી દેવેન્દ્ર ફડનવીસ પુનઃ મોટી સરસાઇથી જીતીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી બને તે માટે ડાયમંડ ટ્રેડ-મુંબઇનું પ્રતિનિધિ મંડળ અમરેલીના વતની લક્ષ્મી ડાયમંડ કાું. ના એમ. ડી., ડાયમંડકિંગ અશોકભાઇ ગજેરા તથા કીરીટ ભણસાળી, અનુપ મહેતા, રોજી બ્લુના માલિક રમેશભાઇ વિ.એ મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડનવીસની શુભેચ્છા મુલાકાત લઇને નાગપુર બેઠક પરથી મોટી લીડથી વિજય પ્રાપ્ત કરે તેવી તથા પુનઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી બને તે માટે શુભેચ્છા પાઠવી હતી, આ તકે મુંબઇમાં પ્રચારમાં સામેલ અમરેલીના કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાને પણ શ્રીફળ આપીને શુભેચ્છા આપવામાં આવી હતી. (તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ - અમરેલી)

(1:18 pm IST)