Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ધ્રાંગધ્રામાંથી નશાયુકત ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો

પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી એસઓજી

સુરેન્દ્રનગર, તા. ર૧: જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ તેમની સુચનાથી સુરેન્દ્રનગરમાં નશાયુકત ગાંજાનું વેચાણ કરવા પ્રથગઢ ગામેથી અબ્દુલ વાલજીભાઇ કુરેશી જાતે સિપાઇ મુ. પ્રથગઢ નાધેરથી અલ્ટો ગાડીમાં ગેરકાયદે ગાંજાનો જથ્થો કિંમત રૂ. ૧રપ૦૦ તથા રૂ. બે લાખની ગાડી મુદામાલ સાથે મળી આવતા કબ્જે કરી વધુ તપાસ એસ.બી. સોલંકી પીએસઆઇએ હાથ ધરી છે

આ રેડની કામગીરીમાં એસઆઇ દાદુભાઇ, ઘનશ્યામભાઇ, દાજીરાજસિંહ, રણજીતસિંહ હેડ કોન્સ. પ્રવિણભાઇ, યોગેન્દ્રસિંહ, મહિલા પો. કો. સંગીતાબા, પ્રિયંકાબેન વિગેરે જોડાયા હતાં.

નાસતા ફરતા આરોપી ઝડપાયા

પોલીસ અધિક્ષક બગડીયાના માર્ગદર્શન અને સુચનાથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરતા  ફર્લો સ્કોડના એમ.એમ. ડાકોરે એ-ડીવીઝન વિસ્તારના પ્રોહિબીશનના ગુન્હાના આરોપી બકટુભાઇ નાનજીભાઇ ઝેડા જાતે કોળી રહે. સુરેન્દ્રનગર, વડનગર વાળાને ગોકુલગર ખાતેથી પકડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

જયારે અન્ય એક પ્રોહિબીશનના ગુન્હાના આરોપી જે.આર.  માસવી નાસતો ફરતો હોય અમિતકુમાર રમણીકલાલ આહુલા જાતે કોળી રહે. સોખડા તા. ધ્રાંગધ્રા વાળાને પીએસઆઇ ઠાકોરે બાતમીના આધારે પકડી તેમના વિરૂદ્ધ સીઆરપીસી કલમ ૪૧(૧) મુજબ પ્રાંગધ્રા પોલીસને સોંપવાની કામગીરી કરી છે.

આ કામમાં ફર્લો સ્કવોડ હેડ કોન્સ. અસ્લમખાન, યુબખાન, ગુલામ રસુલ કારીમભાઇ તથા પો.કો. અજયસિંહ, વિજયસિંહ તથા ભરતસિંહ હમીરભાઇ ડ્રા. પો.કોન્સ. અશ્વિનભાઇ કરશનભાઇ  વગેરેે જોડાયા હતાં.

(1:17 pm IST)